દિલ્હી : 15ફેબ્રુઆરી
લગભગ છ મહિના પહેલાં 18 મેના રોજ લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ તેની 27 વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વિકાસ વોકરનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેણે આરીથી શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા હતા.. પોલીસે શનિવારે આફતાબની ધરપકડ કરી હતી.
શ્રદ્ધા હત્યા કેસમાં મંગળવારે પણ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે….
પોલીસના જણાવ્યા અનુસાર શ્રદ્ધા અને આફતાબ 8 મેના રોજ દિલ્હી આવ્યા હતા…..10 દિવસ પછી એટલે કે 18 મેના રોજ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી…. આ પહેલા તે જંગલ પાસેના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો હતો જેથી મૃતદેહનો સરળતાથી નિકાલ કરી ઠેકાણે પાડી શકાય.
શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના પહેલાં આફતાબે અમેરિકન ક્રાઈમ શો ડેક્સ્ટર સહિત અનેક ક્રાઈમ ફિલ્મો અને શો જોયા હતા. આફતાબે પુરાવાનો નાશ કરવા માટે ગૂગલ પર લોહી સાફ કરવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ જ તેણે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના આરીથી કાપીને 35 ટુકડા કરી નાખ્યા. તેણે શરીરનાં અંગોને ફ્રિજમાં રાખ્યા અને 18 દિવસ સુધી દરરોજ કેટલાક ટુકડા લઈને જંગલમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો…. હત્યા બાદ આફતાબે 300 લીટરનું ફ્રિજ ખરીદ્યું હતું, જેથી તે ટુકડાને તેમાં રાખી શકે. દુર્ગંધને દુર કરવા માટે અગરબત્તી સળગાવતો હતો…18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગે જાગીને મૃતદેહના ટુકડા જંગલમાં ફેંકવા જતો હતા. પોલીસે શનિવારે આફતાબની ધરપકડ કરી હતી.