હળવદ : 27 ફેબ્રુઆરી
હળવદની દિકરીને પોતાને વારસામાં મળેલ રસોઈની કરામતને અવનવી રીતે અજમાવી નવી નવી રસોઈ બનાવી જાણે છે.આ અવનવી રસોઈને લોકો સુધી પહોંચાડવા પોતાની યુટ્યુબ ચેનલ શરુ કરી છે.હળવદની દિકરી શિવરાત્રી સ્પેશિયલ રેસિપી ગૃહિણીઓને શીખવાડવા માટે કલર્સ ગુજરતીના રસોઈ શોમાં આવી રહી છે.
હળવદની દિકરી અર્પી સનતકુમાર જોષી બાળપણથી જ રસોઈ બનાવાની શોખીન છે.અર્પી જોષી બાળપણથી જ તેની માતા સાથે કઈ ને કઈ નવું બનાવતાં શીખતી હતી.અર્પીબેન જોષીના દાદા વાલજીભાઈ જોષી,પિતા સનતભાઇ જોષી ઘણા વર્ષોથી રસોઈકામનો બિઝનેસ કરે છે.હાલ તેમના મોટા ભાઈ પણ ધર્મેશ જોશી હળવદમાં અતિથિ કેટરર્સ ચલાવી રહ્યા છે.ત્યારે ૩ પેઢીથી ચાલતા તેમના ઘરના બિઝનેસમાં અર્પીબેન પણ પહેલેથી જ રસોઈ બનાવતા શીખતાં ઘરના આ બિઝનેસથી પ્રેરણા લઈ અર્પીબેન રોજ અલગ અલગ રેસિપી બનાવા લાગ્યા.હળવદની આ દિકરી પોતાના લગ્ન બાદ પણ પોતે સાસરે પણ અલગ અલગ રેસીપી બનાવતી રહે છે.અર્પીબેનના પતિ હાર્દિક રાવલ પણ તેને કૂકિંગ માટે ખૂબ જ મોટીવેટ કરતા રહે છે.કોઈપણ રેસિપી બનાવવા માટે મદદરૂપ થાય છે ત્યારે હાલ અર્પીબેન પોતાની અર્પિસ કિચન યુટ્યુબ ચેનલ ચાલવી રહ્યા છે.આ ચેનલ પર તે પોતે અવનવી વાનગીઓ બનાવી લોકો સુધી પહોંચાડે છે.
અર્પીબેન કલર્સ ગુજરતી પર આવતા ફેમસ રસોઈ શોમાં શિવરાત્રી સ્પેશિયલ એપિસોડ ફરાળી રેસીપી સાથે તા.૨૮ના રોજ બપોરે ૨ કલાકે અવનવી રેસિપી સાથે આવી રહ્યા છે.