Home ખેડુત ખેડૂતોને મળી મોટી ભેટ …. ખરીફ સિઝન પાકમાં ટેકાની કિંમતમાં વધારો કર્યો...

ખેડૂતોને મળી મોટી ભેટ …. ખરીફ સિઝન પાકમાં ટેકાની કિંમતમાં વધારો કર્યો ….

119
0

સરકારે દ્વાર ખરીફ સિઝન માટે ખેડૂતોને ટેકાની કિંમતમાં વધારો કરી ભેટ આપી છે. જેનાથી ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે. સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચ સામે રક્ષણ આપવા માટે અલગ-અલગ પાકોના ટેકાના ભાવની કિંમતમાં સરેરાશ 5-11 ટકા સુધીનો વધારો કરવાના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી છે.

રાજ્યમાં સૌથી વધુ કપાસ-મગફળી, તલ જેવા પાકોનું ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે આ મુખ્ય પાકોમાં સરકારે 9-11 ટકા સુધીનો વધારો કરી ફાયદો અપાવ્યો છે. મગફળીના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.507 વધારી રૂ.6357, કોટનના ભાવમાં સરેરાશ રૂ.540-640નો વધારો કરવા સાથે તલના ભાવ સૌથી વધુ રૂ.805 વધારી પ્રતિ ક્વિન્ટલ રૂ.8635 કરાયા છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે MSPમાં ઘણાં વર્ષોમાં સૌથી વધુ વધારો થયો છે. ન્યૂનતમ ટેકાના ભાવ ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ 2018-19માં કુલ 2850 લાખ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. જે 4 વર્ષમાં તે વધીને 3300 લાખ ટન થવાનો અંદાજ છે. એટલે કે 4 વર્ષમાં 450 લાખ ટનનો વધારો થશે ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં આટલો વધારો થયો હશે.

કેન્દ્રીય કેબિનેટે સનફ્લાવરના ટેકાના ભાવ 2014-15ના રૂ.3750થી વધારી અત્યારે રૂ.6760 પ્રતિ ક્વિન્ટલ કરી દીધા છે. આ ઉપરાંત અડદ દાળ 2014-15માં 4350થી વધારીને 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ઘણા સમયથી તુવેર દાળની MSP વધારવાની માંગ કરવામાં આવી રહી હતી જેમાં સરેરાશ પ્રતિ ક્વિન્ટલ રૂ.400 વધારી રૂ.7000, મગમાં રૂ.803 વધારી રૂ.8558 અને અડદ દાળમાં રૂ.350ના વધારા સાથે રૂ.6950 કરી દેવામાં આવ્યા છે. અનાજના ટેકાના ભાવમાં પણ 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here