Home ગોધરા ગોધરા તાલુકાના સામલી ગામે જિલ્લા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયું.

ગોધરા તાલુકાના સામલી ગામે જિલ્લા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયું.

121
0
ગોધરા : 14 માર્ચ

ભારતીય કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવાં માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા પણ ખેડૂતોના હિત માં વિવિદ્ય જોગવાઈઓ થાય તેવી કાર્યવાહી કરેલ છે.

પશુપાલન ખાતું ગુજરાત સરકાર, પશુપાલન શાખા જિલ્લા પંચાયત ગોધરા, તાલુકા પંચાયત ગોધરા તથા પશુ દવાખાના ગોધરા ના સંયુક્ત ઉપકમેં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી ના અદયક્ષ સ્થાને યોજાઈ.

આ કાર્યકમમાં જિલ્લાના પશુપાલકોને પશુપાલન ની યોજનાઓ અને પશુઓનાં સાર સંભાળ માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.

ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા જિલ્લાના પશુપાલકો સતત આ વ્યવસાય સાથે સંકળાયેલા રહે અને આ વ્યવસાય થકી પોતાની આવક બમણી કરે તે માટેના સૂચનો આપેલ. અને દર વર્ષે ચાર જેટલી શિબિરો થાય તે માટેનું આયોજન કરવા પોતાની લાગણી વ્યક્ત કરેલ હતી. અને પશુપાલકો હિત ની શિબિરમાં ખેડૂતપુત્ર તરીકે પોતે પણ તમામ પ્રકારનો સાથ સહકાર આપશે તેવું જણાવેલ હતું.

આ કાર્યકમ માં પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ અને ડૉ. પી.એસ.ડામોર વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક શ્રી વડોદરા અતિથિ વિશેષ હતા.

પશુપાલન કાર્યકમ માં જિલ્લા પંચાયત દંડક શ્રી એ.બી.પરમાર, જિલ્લા પંચાયત સભ્ય શ્રી મણીબેન વણકર, શ્રી સરદારસિંહ પટેલ ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત ગોધરા, કા.અધ્યક્ષ શ્રી સામતસિંહ ચૌહાણ, પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ , શ્રી સરદારસિંહ બારીઆ, શ્રી નારણભાઇ પરમાર સહિત જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચ શ્રીઓ,પશુપાલકો અને વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here