Home પાટણ એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા વિવિધ શાળા અને કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં...

એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા વિવિધ શાળા અને કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી

102
0
પાટણ : 8 માર્ચ

પાટણ જિલ્લાની વિવિધ શાળા અને કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યશાળાઓ યોજવામાં આવી હતી. એન.ડી.આર.એફ.ની 06 બટાલીયનના 25 સભ્યો દ્વારા ગત તા.21 ફેબ્રુઆરીથી તા.07 માર્ચ સુધી યોજવામાં આવેલી તાલીમ કાર્યશાળાઓ અંતર્ગત વિવિધ પ્રકારની આફતો સમયે શું કરવું અને શું ન કરવું, શોધ અને બચાવ તથા પ્રાથમિક સારવાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.


આપત્તિના સંજોગોમાં સતર્કતા, તેની સામે રક્ષણની પ્રાથમિક જાણકારી અને પ્રતિસાદ સમયે દર્શાવેલી સુઝબુઝથી જાનમાલનું નુકશાન અટકાવી અથવા ઘટાડી શકાય છે. આફત સમયે પૂર્વ તૈયારી અને સજાગતા કેળવવાના આશય સાથે જિલ્લા વહિવટી તંત્રના સહકારથી એન.ડી.આર.એફ. દ્વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓને સમજૂત કરી જન સમુદાય સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here