Home પાટણ હાર્દિક પટેલના રાજીનામા અંગે પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ આપી પ્રતિક્રિયા…

હાર્દિક પટેલના રાજીનામા અંગે પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ આપી પ્રતિક્રિયા…

163
0

પાટણ: 18 મે


પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી પક્ષ સાથે છેડો ફાડયો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવનાર અને પાસ સાથે જોડાઈ કોંગ્રેસમાંથી પાટણ બેઠક ઉપર ચુંટાયેલા ધારાસભ્ય કીરીટ પટેલ હાર્દિક પટેલના રાજીનામા અંગે પોતાના પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે કોઇ એક વ્યક્તિના જવાથી પક્ષને નુકસાન થતું નથી સમગ્ર સમાજ કોઇ એક વ્યક્તિના ઇશારે ચાલતો નથી પક્ષ મહાન છે વ્યક્તિ નહીં .

પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો . કિરીટ પટેલે હાર્દિક પટેલના રાજીનામા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં સન્માન ન મળતું હોવાની રાવ સાથે નારાજગી વ્યક્ત કરી રહ્યો હતો . ત્યારે આજે તેણે રાજીનામું આપ્યું હોવાની મને જાણ થઈ છે . હાર્દિકના રાજીનામાંથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે તેવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે કોઈ પણ એક વ્યક્તિના સાથે સમગ્ર સમાજ જોડાયેલો હતો નથી . વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે રાજકારણમાં આવે છે અને પક્ષ બદલે છે.જેને લઇ પક્ષને નુકસાન થતું નથી પક્ષ મહાન છે વ્યક્તિ નહીં .

કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બે દિવસમાં અમે હાર્દિક પટેલને મળવાના છીએ અને રાજીનામા અંગેનું કારણ જાણીશું . હાર્દિકે હજુ સુધી ભાજપમાં જોડાવાનું નક્કી નથી કર્યું . હાર્દિક કોઈ અન્ય પાર્ટીમાં જોડાશે ત્યારે અમે તેની પ્રતિક્રિયા આપી શું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકારણ ની અંદર કઈ નક્કી હોતું નથી રાજકારણમાં ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ બદલાઇ શકે છે . હાર્દિક હવે પરિપક્વ છે કઈ પાર્ટી નો જોડાવવું તે અંગેનો નિર્ણય તે પોતે કરશે અને જે નિર્ણય લેશે તે તેની રીતે યોગ્ય હશે

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here