Home સુરેન્દ્રનગર શ્રીમતી એસ.જે વરમોરા મહિલા કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા ૧લી ડિસેમ્બરે નાગરિકોને મતદાન કરવા...

શ્રીમતી એસ.જે વરમોરા મહિલા કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા ૧લી ડિસેમ્બરે નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરાઈ

161
0

સુરેન્દ્રનગર: 22 નવેમ્બર


ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ૧લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મતદાન દિવસે નાગરિકો અચૂક મતદાન કરે તે માટે જિલ્લાભરમાં પ્રતિદિન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વઢવાણ ખાતે શ્રીમતી એસ.જે વરમોરા મહિલા કોલેજનાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મતદાન કરવા માટેના સંકલ્પ પત્રોનું લોકોને વિતરણ કર્યું હતું. તા.૧૪/૧૧/૨૦૨૨નાં રોજ ૯૦૦થી વધુ લોકોના સંકલ્પ પત્ર પરત મેળવ્યા હતા. આ ઉપરાંત તા.૧૯/૧૧/૨૦૨૨ ના રોજ ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મતદાન માટે પ્રતિજ્ઞા લીધી તેમજ મતદારોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ મતદાન જાગૃતિ અંતર્ગત એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મહત્તમ નાગરિકો મતદાન માટે જાગૃત થાય તેવા આશયથી આજે તા. ૨૨/૧૧/૨૦૨૨ના રોજ સહી /પ્રતિજ્ઞા કાર્યમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ સ્તરે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રીમતી એસ.જે વરમોરા મહિલા કોલેજના વિધાર્થીઓ દ્વારા અવસર લોકશાહીનો અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ દ્વારા દરેક મતદારને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં આ મહાપર્વમાં જોડાવા અપીલ કરી હતી.

 

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here