Home મોરબી હળવદ ભાજપની ધનાળા ગામે ટિફિન બેઠક યોજાઇ

હળવદ ભાજપની ધનાળા ગામે ટિફિન બેઠક યોજાઇ

161
0
હળવદ : 27 માર્ચ

આજરોજ હળવદ ભાજપ દ્વારા તાલુકાના ધનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

ધનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે મળેલી બેઠકમાં આજ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ પેજ પ્રમુખ બનાવવા,નમો એપ ડાઉનલોડ કરવી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોકહિત માં વિવિધ યોજનાઓ મૂકવામાં આવી છે તે એક એક માણસ સુધી પહોંચે તેમ સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી

આ બેઠકમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,પ્રભારી કે.એસ અમૃતિયા,ઘનશ્યામભાઈ ગોહિલ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા,ધીરુભા ઝાલા,હળવદ ગ્રામ્ય પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવિણ ભાઈ સોનાગર,જિલ્લા પંચાયત સદસ્ય રવજીભાઈ દલવાડી,તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન નાનુભાઈ પઢીયાર,રાજભા ટાંક,તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઇ ગડેસિયા,મહેશભાઈ કોપરણીયા,બળદેવભાઈ સોનાગર,બળદેવભાઈ કાજીયા,મહેશભાઈ કોપેણીયા, હળવદ ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન સોમાભાઈ ઠાકોર સહિત ભાજપના ચૂંટાયેલા તેમજ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા

 

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here