Home મોરબી હળવદના દિઘડીયા ગામે દીવાલ ધરાશાયી થતા ત્રણના કરુણ મોત

હળવદના દિઘડીયા ગામે દીવાલ ધરાશાયી થતા ત્રણના કરુણ મોત

207
0
હળવદ :  10 એપ્રિલ

હળવદના દિઘડિયા ગામે કરુણ દુર્ઘટના સામે આવી છે. જેમાં હળવદના દિઘડીયા ગામે દીવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ત્રણના કરુણ મોત નિપજતા પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે. જો કે, આવતીકાલે દીકરી-દીકરાના લગ્ન લખવાનો પ્રસંગ હોવાથી બાજુના પ્લોટમાં સફાઈ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.આથી લગ્નનો ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાયો છે.

કરુણ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના દિઘડિયા ગામે રહેતા હકાભાઈ કમાભાઈ કાંજિયાના દીકરી-દીકરાનો આવતીકાલે લગ્ન પ્રસંગ લખવાના હતા અને આજે માતાજીનો માંડવો હતો. આથી તેઓ તથા તેનાના પરિવારના સભ્યો મહેમાનો માટે વ્યવસ્થા કરવા માટે તેમની બાજુના પ્લોટમાં સફાઈ કરતા હતા ત્યારે આ બાજુના પ્લોટની દીવાલ અચાનક ધરાશાયી થઈને સફાઈ કરી રહેલા હકાભાઈ અને તેમના પરિવારના અન્ય સભ્યો માથે પડતા દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. આથી આજુબાજુના લોકોએ દોડી આવી દીવાલને કાટમાળ હેઠળ દટાયેલા હકાભાઈ કમાભાઈ કાજીયા, વિપુલભાઈ કમાંભાઈ કાંજીયા અને મહેશભાઈ પ્રેમાભાઈ કંજીયાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગંભીર ઇજા હોવાથી આ ત્રણેયને વધુ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત હકાભાઈ કમાભાઈ કાજીયા, વિપુલભાઈ કમાંભાઈ કાંજીયા અને મહેશભાઈ પ્રેમાભાઈના કરુણ મોત નિપજ્યા હતા. લગ્ન લખવાના પ્રસંગ અગાઉ જ એક જ પરિવારના ત્રણ ત્રણ વ્યક્તિના મોત થતા પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું, પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here