Home સુરેન્દ્રનગર સાયલા નેશનલ હાઇવે ઉપર ગોસળ બોર્ડ નજીક યુ.પી., બિહાર અને દરભંગા હોટલમાંથી...

સાયલા નેશનલ હાઇવે ઉપર ગોસળ બોર્ડ નજીક યુ.પી., બિહાર અને દરભંગા હોટલમાંથી ચોરી કે છળકપટથી મેળવેલો ડીઝલનો જથ્થો ઝળપાયો…

107
0
સુરેન્દ્રનગર : 13 જાન્યુઆરી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નેશનલ હાઇવે ઉપર ગોસળ બોર્ડ નજીક યુ.પી., બિહાર અને દરભંગા હોટલમાંથી ચોરી કે છળકપટથી મેળવેલો ડીઝલનો જથ્થો ઝળપાતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડીઝલ લિટર 225, કિંમત રૂ. 20,025 અને ડીઝલ સંગ્રહ કરવાના સાધનો મળી કુલ રૂ. 20805નો મુદામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં થતી ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોર મુદામાલ શોધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા તેમજ હાઇવે ઉપર થતી ચોરીઓ તથા પેટ્રોલિયમ પેદાશોની ચોરીઓ અટકાવવા એકશન પ્લાન તૈયાર કરી, કાર્યવાહી કરવા એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરીને સુચના કરી હતી. જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરીએ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના/માર્ગદર્શન આપતા એલ.સી.બી.ટીમ દ્વારા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર સાયલા તાલુકા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી હતી.

જેમાં પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી.ટીમ દ્વારા ચોકકસ બાતમી મેળવી સાયલા-ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર ગોસળ બોર્ડ નજીક આવેલી યુપી બિહાર દરભંગા નામની હોટલમાં છાપો મારતા આરોપી રાજેશભાઇ રબ્બીભાઇ શાહ ( રહે.ગોસળ ભરવાડ વાસ તા.સાયલા મુળ રહે. બિહાર રાજય વાળા )ને સાયલા ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલી યુપી બિહાર દરભંગા હાઇવે હોટલના પાછળના ભાગે પોતાના કબ્જા ભોગવટામાં કોઇ પણ જાતના બિલ કે આધાર પુરાવા વગર ચોરી કે છળકપટથી મેળવેલો કુલ ડીઝલ લીટર-225 કિ.રૂ.20,025/- તથા પ્લા.ના ખાલી તથા ભરેલ કુલ કેરબા નંગ-11 કિ.રૂ.600/- તથા કરવાળુ-1 કિ.રૂ.100/- તથા પ્લા.ની નોઝલ કિ.રૂ.80/- મળી કુલ કિ.રૂ.20,805/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા તમામ મુદામાલ સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરી, આગળની કાર્યવાહી કરવા સાયલા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here