Home ગીર સોમનાથ સોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો પીએમ મોદી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે…

સોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો પીએમ મોદી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે…

179
0
ગીર સોમનાથ : 20 જાન્યુઆરી

નવનિર્મિત સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ.30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ઉપરાંત સોમનાથ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં તા.21-1-2022 ના રોજ સવારે 10 કલાકે આ ઉદ્ધઘાટન સમારોહ યોજાશે.

આ સર્કીટ હાઉસની વિગતો આપતા મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવેલ કે, આ આલીશાન ચાર મંજિલા અતિથિ ગૃહ કુલ પ્લોટ 15000 ચો.મી. એરિયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા 7077.00 ચો.મી. છે. અદ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં 2 વીવીઆઈપી સ્યુટ રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ, 24 ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે.


અહેવાલ : રવિ ખખ્ખર, ગીર સોમનાથ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here