Home સુરેન્દ્રનગર એક કલાકાર દેશપ્રેમ અને દેશ પ્રત્યે ભાવના વ્યક્ત કરતી શ્રેષ્ઠ મોડર્ન આર્ટ...

એક કલાકાર દેશપ્રેમ અને દેશ પ્રત્યે ભાવના વ્યક્ત કરતી શ્રેષ્ઠ મોડર્ન આર્ટ રેખાચિત્રો બનાવે છે

147
0

સુરેન્દ્રનગર: 22 જાન્યુઆરી


નેતાજી સુભાષચંદ્ર બોઝ નું રેખાચિત્ર બનાવેલ મોડર્ન આર્ટ જીકસો આર્ટીસ્ટ શંભુભાઈ મિસ્ત્રી

અગાઉ પણ મહાત્મા ગાંધીજી સરદાર પટેલ ભગતસિંહ કારગીલ વિજય દિવસ ભારતીય સેના દિવસ અટલ બિહારી બાજપાઈ નરેન્દ્ર મોદીજી વગેરે મહાન વ્યક્તિઓના ચિત્રો બનાવી ચૂકે છે

નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો સુભાષ ચંદ્ર બોઝ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો સામે લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિંદ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ જય હિંદનો નારા ભારતનો રાષ્ટ્રીય સૂત્ર બની ગયો છે શંભુભાઈ મિસ્ત્રી દેશપ્રેમ અને ઈતિહાસ ના વિરસપુતો દેશ માટે બલિદાન આપીને દેશ ના સપૂતો ના રેખાચિત્રો બનાવી અનોખી રીતે દેશભાવના વ્યક્ત કરે છે આજે ભારત દરેક ક્ષેત્રે આગળ છે, પરંતુ જ્યારે ભારત ગુલામીની બેડીમાં જકડાયેલું હતું ત્યારે આ દેશને આઝાદ કરવા માટે અનેક પુત્રોએ બલિદાન આપ્યા અને ઘણું સહન કર્યું. પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ આઝાદીની લડતને જાણતા નથી અને તેમના બલિદાનની ગાથા નથી જાણતા, તેથી તે તમામ લોકોને આઝાદીના પર્વ દ્વારા આઝાદીનો સાચો અર્થ જણાવવો ખૂબ જ જરૂરી છે. બહાદુર સપૂતોને યાદ કરવાના છે, જેમણે પોતાનો પરિવાર અને પોતાનું આખું જીવન માત્ર દેશને સમર્પિત કર્યું હતું.શંભુભાઈ દેશભાવના પ્રગટ કરતા ચિત્રો બનાવીને અનોખી રીતે દેશભાવના પોતાની કલા દ્વારા પ્રગટ કરે છે

 

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here