Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા નાં મુળી થાનગઢ સાયલા ચોટીલા તાલુકાનાં ગામો હજું સુધી નર્મદા...

સુરેન્દ્રનગર જીલ્લા નાં મુળી થાનગઢ સાયલા ચોટીલા તાલુકાનાં ગામો હજું સુધી નર્મદા નાં નીર થી વંચિત

199
0
સુરેન્દ્રનગર : 23 માર્ચ

સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી સાયલા ચોટીલા થાનગઢ તાલુકા નાં ગામો હજું પણ નર્મદા નાં નીર થી રહ્યા છે વંચિત હાલ ઉનાળા ની શરૂઆત થતાં જ પશુપાલન અને પીવાનાં પાણીની સર્જાય ગંભીર મુશ્કેલી ત્યારે આ તાલુકા શા માટે અત્યાર સુધી નર્મદા નાં નીર થી વંચિત રહ્યાં તે જાણવા માટે જમીની સ્તર સુધી જવું જ પડે તો જ સત્ય હકીકત બહાર લાવી શકાય તે માટે સુરેન્દ્રનગર જીલ્લા નાં ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં થી સૌની યોજના થકી નર્મદા નાં નીર ભાવનગર દ્વારકા મોરબી સુધી વર્ષોથી પહોંચી ચુક્યા છે ત્યારે આ તાલુકા નાં એકપણ ગામ ને સૌની યોજના નો લાભ મળતો નથી સને ૧૯૯૭ થી ૨૦૦૦ સુધી પાણી ની વિકટ પરિસ્થિતિ સર્જાઈ ત્યારે મુળી તાલુકાનાં રામપરડા અને અન્ય ગામોમાં આશરે ૨૦૦ જેટલા બોર પાડી પાઈપલાઈન થકી સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર ને સતત પાણી વ્યવસ્થા પુરી પાડવામાં આવેલ અને થાનગઢ તાલુકા નાં છેવાડાના બોર્ડર પર નાં ગામોમાં આશરે ૪૦૦ બોર પાડી પાઈપલાઈન થકી રાજકોટ પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી અને અમારા ભુતળ ખાલી કરવામાં આવેલાં ત્યારે સરકાર દ્વારા વચન આપવામાં આવેલ કે રીચાર્જ યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવશે અને નર્મદા નાં નીર વહેલી તકે આ ગામડામાં આપવામાં આવશે ત્યારબાદ સૌની યોજના નું કામ ચાલુ થતાં ખેડૂતો ને વિશ્વાસ હતો કે અમોને સૌ પ્રથમ નર્મદા નાં નીર મળશે પરંતુ ખેડૂતો કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સર્જાયો છે ૨૦૧૬ માં મુખ્યમંત્રી વિજય રૂપાણી તરણેતર મેળામાં જાહેરમાં કહેલ કે સૌની યોજના થકી નર્મદા નાં નીર આ તાલુકામાં સૌ પ્રથમ આપવામાં આવશે પરંતુ આજદિન સુધી એકપણ ટીપું પાણી આ તાલુકામાં આપેલ નથી અને સરકાર દ્વારા ખેડૂતો ને મોટાં માં મોટો વિશ્વાસ ઘાત કરવામાં આવેલ છે.

છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો મુખ્યમંત્રી સુધી રજુઆત કરતાં રહ્યાં છે કલેકટર ને પણ અનેક આવેદનપત્ર આપવામાં આવેલ આંદોલન કાર્યક્રમ કરવામાં આવેલ પરંતુ પરિણામ શૂન્ય જ છે સૌની યોજના ની પાઈપલાઈન સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં થી મુળી અને થાનગઢ તાલુકા ની જમીન નીચે થી પસાર થાય છે આ તાલુકા ઉંચાણવાળા વિસ્તારમાં છે માટે સૌની યોજના થકી ચેકડેમો તળાવો ભરવા માં આવે તો ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકે તેમ છે નહીંતર હિજરત કરવાની રહેશે એ ચોક્કસ છે ત્યારે ખેડૂતો ફરી વખત લડી લેવાનો મુડ બનાવી લીધો છે.

મુળી તાલુકાનાં ગામોમાં થી પસાર થતી સૌની યોજના પાઈપલાઈન થકી કુદરતી માર્ગે પાણી આપવામાં આવે તો કેટલાં ગામોમાં લાભ મળી રહે તેના પર એક નજર કરીએ તો રામપરડા વાલ્વ થી દુધઈ,ટીકર,સરલા,સુજાનગઢ, પાંડવરા,દિગસર દાણાવાડા થી પરત ધોળીધજા ડેમમાં નર્મદાના નીર પરત ફરે છે
વાલ્વ નંબર (૨) રામપરડા થી દુધઈ,ગઢડા, ખંપાળીયા,લીયા, વડધ્રા,મહાદેવ ગઢ,ચિત્રોડી, દિઘડીયા થી બ્રાહ્મણી ડેમ માં પરત પાણી જાય છે
વાલ્વ નંબર (૩) થાનગઢ નાં કાનપર પાસે થી કાનપર,સોનગઢ,રાણીપાટ,સાગધ્રા,ઉડવી,વરમાધાર, દાધોળીયા,ભેટ,સરા, આંબરડી, કરશનગઢ થી બ્રાહ્મણી ડેમ માં પરત પાણી જાય છે આ રીતે કુદરતી વહેણ પ્રમાણે પાણી વહે છે તો તેની વચ્ચે આવતાં તળાવ ચેકડેમો ભરવામાં આવે તો હજારો હેકટર જમીન વાવેતર થ‌ઈ શકે અને હજારો ની સંખ્યામાં પશુધન નિભાવી શકાય તેમ છે પરંતુ સરકાર આ તાલુકામાં નર્મદા નાં નીર આપવા માટે દુર્લક્ષ સેવે છે તે જગ જાહેર છે તેનું પણ એક કારણ છે કે સરકાર ની કે ભાજપ ને આ તાલુકામાં વિધાનસભા સીટ મળતી નથી તેનો એક રંજ રાખી ઓરમાયું વર્તન રાખવામાં આવે છે.

આ બાબતે ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા એ વિધાનસભા નાં ફ્લોર ઉપર પણ ધારદાર રજૂઆત આ સત્રમાં કરી છે અને પાણી આપવા માટે સરકાર શું કામગીરી અને કાર્યવાહી હાથ ધરી છે ? તેવાં સવાલો ઉઠાવ્યા હતા પરંતુ સરકાર દ્વારા જવાબ આપવા માં આવતો નથી ત્યારે ખેડૂતો હવે રજુઆત આવેદનપત્ર આપી કંટાળીને હવે મોટીસંખ્યામાં સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ તકે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા,જે.કે.પટેલ, રતનસિંહ ડોડીયા અને રાણીપાટ સરપંચ મુન્નાભાઈ, ખંપાળીયા સરપંચ જીવણભાઈ,વેલાળા સરપંચ,ગઢડા સરપંચ,કળમાદ સરપંચ ધીરૂભાઇ ટાંક, દુધઈ સરપંચ, પાંડવરા સરપંચ મુન્નાભાઈ,દિગસર સરપંચ બલભદ્ર સિંહ પરમાર,દાણાવાડા આગેવાનો,સુજાનગઢ આગેવાનો,ગામડે ગામડે ફરી ખેડૂતો ને આંદોલન માં જોડવા માટે મુલાકાત કરી રહ્યા છે.

ટુંક સમયમાં તારીખ નક્કી કરી મોટું આંદોલન કરવામાં આવશે જેમાં ગુજરાત ભરમાં થી ખેડૂત આગેવાનો હાજરી આપશે તેમ રામકુભાઈ કરપડા એ જણાવ્યું હતું વધું માં તેઓએ જણાવ્યું કે હાલ આ ગામોમાં ૬૦૦ થી ૮૦૦ ફુટ નીચે થી બોર થી પાણી લેવામાં આવે છે અને તે પાણી ૩૦૦૦ ટીડીએસ વાળું હોય જે પાક ને નુકસાન કર્તા છે ત્યારે ખેડૂતો ને જીવન માટે ખેતી માટે પશુપાલન માટે એક જ ઉપાય નર્મદા નાં નીર છે તે સૌની યોજના થકી મળી રહે તેમ છે સરકાર આ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી ખેડૂતો ને પાણી આપી બચાવી લેવામાં આવે તેવી વિનંતી કરી હતી

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here