Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના અનેક પરિવારોને જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા પ્લોટની...

સુરેન્દ્રનગર જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના અનેક પરિવારોને જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવી

236
0
સુરેન્દ્રનગર : 3 માર્ચ

સુરેન્દ્રનગર જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના અનેક પરિવારોને જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવી છે અને તેમને કાયમી સરનામું મળે તેવા પ્રયાસો જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં વસવાટ કરતા વિચરતી-વિમુક્ત જાતિના 12 પરિવાર ને જિલ્લા કલેકટર દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવી  હોય અને તે છતાં પણ હજુ સુધી પ્લોટની ફાળવણી બાદ સનદ આપવામાં ન આવતા જિલ્લા કલેકટર કચેરીમાં જ 12 પરિવારના 60 જેટલા સભ્યો જિલ્લા કલેકટર કચેરીમાં જ આંદોલન ઉપર ઉતર્યા છે જ્યાં જિલ્લા કલેકટર કચેરી આવેલી છે તેની બહાર જે કમ્પાઉન્ડ આવેલું છે તેની બહાર ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે આ પરિવારોને રહેવા માટે કોઈપણ પ્રકારનો આશરો ન હોય અને જિલ્લા કલેક્ટરે પ્લોટની ફાળવણી કરી બાદ સનદ આપવામાં આવી ન હોય તેને લઈને હજુ સુધી તેમને પોતાનું ઘર મળી શક્યું નથી ત્યારે બહાર પરિવારોને કોઈપણ પ્રકારનો રહેવાનો આશરો ન હોવાના કારણે હાલમાં જિલ્લા કલેકટર કચેરીના મેદાનમાં જ તેમને ઝૂંપડાં બાંધી અને વસવાટ કરી લઈ અને આંદોલન ઉપર જિલ્લા કલેકટર કચેરી સામે ઉતર્યા છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે જિલ્લા કલેકટર દ્વારા વિચારણા કરી અને જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે તેની સનદ પરિવારજનોને આપી દેવામાં આવી અને કાયમી તેમને સરનામું મળી રહે તેવા પ્રયાસ જિલ્લા કલેકટર દ્વારા હાથ ધરવામાં આવે તેવી આંદોલન પર ઉતરેલા પરીવારજનોની માંગ છે.

 

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here