સુરેન્દ્રનગર : 26 ફેબ્રુઆરી
લીંબડીના પ્રગતિશિલ ખેડૂત રાજેશભાઈ ચાવડાએ ધંધુકા રોડ પર આવેલા ખેતરની 3 એકર જમીનમાં લીંબુનું વાવેતર કર્યું છે. લીંબુના છોડ મોટા થઈ જવાથી પંપ દ્વારા દવાનો યોગ્ય છંટકાવ થઈ શક્તો નહતો. ખેડૂતે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર ડ્રોનની મદદથી લીંબુના છોડ ઉપર નૈનો યુરિયા સાથે ફુગનાશક દવાનું મિશ્રણ કરી છંટકાવ કર્યો છે. ખેડૂતે જણાવ્યું હતું કે યુરિયા છોડના મૂળમાં નાંખવાથી જમીનને નુકસાન થાય છે. જયારે નૈનો યુરિયા છોડ પર છંટકાવ કરવાથી જમીનને નુકશાનીથી બચાવી શકાય છે. એક એકર જમીનમાં મજૂર પંપથી દવાનો છંટકાવ કરે તો ખર્ચ રૂ.800 જેટલો થઈ જાય છે. ડ્રોનથી દવા છંટકાવ ખર્ચ રૂ.690 જેટલો જ થાય છે. સાથે ડ્રોન 1 કલાકમાં 3 એકર જમીનમાં દવાનો છંટકાવ કરે છે જેથી સમયનો પણ બચાવ થાય છે.