સુરત : 5 ફેબ્રુઆરી
સુરત શહેરના રાંદેર (Rander) પાલનપુર પાટિયા (Palanapur patiya) વિસ્તારમાં આઠ મહિનાના બે જોડિયા બાળકોને સાચવવા આઇ (કેરટેલર) ને પગાર ઉપર રાખેલી હતી. આ મહિલાએ આઠ માસના બાળકને દર્દનાક મોત આપવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, બાળકના માથામાં ત્રણ ફ્રેકચર આવ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલમાં આ બાળક જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, ઘરમાં કોઈ વ્યક્તિ હાજર રહેતું નહોતું. બંને બાળકની સાર સંભાળ માટે એક મહિલાને રાખી હતી. આ મહિલાએ પોતાનો વ્યક્તિગત ગુસ્સો માસુમ બાળક પર ઠાલવ્યો હતો. સતત પાંચ મિનિટ સુધી આ મહિલાએ બાળક ને પલંગ પર જોરથી પછાડીએ, કાન પકડીને હવામાં ફંગોળી માર માર્યો હતો.
કોઈ વ્યક્તિ માસુમ સાથે આવું કેવી રીતે કરી શકે? પરંતુ આ મહિલાએ થોડો પણ વિચાર ન કર્યો અને થોડી પણ દયા ન આવી. બાળક રડતું રહ્યું અને આ મહિલા બાળકને ઢોર માર મારતી ગઈ. પલંગ પર ચારથી પાંચ વાર પછાડતા બાળક બેભાન થઈ ગયું હતું. તરત જ આ મહિલાએ બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. તરત જ માતા-પિતા બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, અને ત્યાં ડોક્ટરે ખુલાસો કર્યો કે, બાળક ને માથાના ભાગે ઇજા થઇ છે, જેના કારણે હેમરેજ થઈ ગયું છે.
આ મહિલાને નહોતી ખબર કે ઘરમાં સીસીટીવી પણ લગાવેલા છે. જ્યારે માતા-પિતાએ સીસીટીવી ની તપાસ કરી, ત્યારે માલૂમ પડ્યું કે સતત પાંચ મિનિટ સુધી આ મહિલાએ બાળક પર હેવાનિયત આચરતી હતી. તાત્કાલિક માતા-પિતાએ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યો હતો. આઠ માસના બાળકના પિતા મિતેશભાઇ પટેલ મોડીરાત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેના આધારે આ મહિલાને ધરપકડ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે શ્રદ્ધા દિપ સોસાયટી, સિંગણપુરની રહેવાસી કોમલ રવિ ચાંદલેકરની સામે આઠ માસના બાળકની હત્યાનો ગુનો નોંધ્યો હતો. કોમલ છેલ્લા ત્રણ મહિનાથી આ બંને બાળકોની સારસંભાળ કરી રહી હતી. બંને બાળકોની સારસંભાળ માટે ત્રણ હજાર પગાર નક્કી કર્યો હતો. બાળકના પિતા શાળામાં શિક્ષક છે, અને માતા આઈ.ટી.આઈ માં ઈન્સ્ટ્રચર છે.
પોલીસે જણાવતાં કહ્યું હતું કે, આરોપી કોમલ ને કોઈ સંતાન નથી. સાથોસાથ ઘરનું ટેન્શન હતું. જેના કારણે કોમલે બાળક પર અત્યાચાર કર્યો હતો અને બાળકને પલંગ પર પછાડી, હવામાં ફંગોળી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યાના સ્થાનિકો એ પણ જણાવ્યું હતું કે, જ્યારે માતા-પિતા બંને નોકરીએ જતા રહે છે, ત્યારે બાળકોનો રડવાનો ખૂબ અવાજ આવે છે. સ્થાનિકોની વાત ધ્યાનમાં લઈ, માતા-પિતાએ મહિલાને ખબર ન પડે તે રીતે સીસીટીવી લગાવી દીધા હતા. જેના કારણે આ મહિલાને કાળી કરતુત સામે આવી હતી.
સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકરે 8 માસના બાળકને
5 મિનિટ સુધી હવામાં ઉછાળ્યો, વારંવાર પલંગમાં પછાડતાં બ્રેન હેમરેજ થયું
માસૂમને માર મારતી મહિલા સીસીટીવીમાં કેદ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી.