Home આણંદ પત્નીની કમાણીથી મોજ કરતા પતિ દ્વારા ત્રાસથી બચવા પીડિતાએ પોલીસ સ્ટેશન બેઇઝડ...

પત્નીની કમાણીથી મોજ કરતા પતિ દ્વારા ત્રાસથી બચવા પીડિતાએ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરનો લીધો સહારો …..

103
0

આણંદ, ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કે આણંદ જિલ્લાના એક ગામના બહેન જેના લગ્ન 24 વર્ષ  પહેલાં થયા હતા. શરૂઆતનું લગ્નજીવન ખુશહાલ સારું ચાલતું હતું. લગ્ન બાદ તેમની  જીંદગીમાં ત્રણ બાળકોનો જન્મ થયો હતો.

છેલ્લા કેટલાક સમયથી તેમના પતિ નાના મોટા ઝગડા કરતા બાળકો હોવાને કારણે અતિશય ત્રાસ સહન કરતા છેલ્લા બે માસથી બહેનને અતિશય શારીરિક માનસિક ત્રાસ આપતા અને તેમના પતિ કામ ધંધો કરતા નથી. બહેન નોકરી કરેં તો તેની કમાણીથી મોજ કરતા, પૈસા ન આપે તો ઝઘડા કરતા, બહેન  નોકરીએ જાય તો વહેમ રાખતા અને શારીરિક- શારીરિક માનસિક ત્રાસ આપતા જાતીય સતામણી કરતા પૈસા ન હોય તો પિયરમાંથી પૈસા મંગાવતા હતા. આમ દહેજની માંગણી કરતા અપશબ્દો બોલતા અને વારંવાર ઘરેથી કાઢી મુકવાની ધમકી આપતા પીડિતા મહિલાનું લગ્નજીવન તૂટતું  બચાવવા  પીડિત મહિલાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરનો સંપકૅ કરી મદદ મેળવી હતી.

જેમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા તેણીની  સઘળી હકીકતો સાંભળી હતી. પીડિત મહિલા યોગ્ય નિર્ણય લઇ શકે તે બાબતે સક્ષમ કરવામાં આવી. અને તેમના પતિને બોલાવી અરજી બાબતે વાત કરતા પત્નીને માન સન્માન આપવા બાબતે સમજ આપવામાં આવી હતી. લગ્નજીવન સારું જીવવા બાબતે સમજાવી,  કાયદાકીય  સલાહથી વાકેફ કરવામાં આવ્યા. આર્થિક જવાબદારીનું ભાન કરાવી  પત્નીના કમાણીમાં જલશા ન કરવા બાબતે સમજ આપતા, તેમના પતિએ સ્વીકારેલ કે કામ ધંધો નથી કરતા અને સતત ખરાબ વિચારો આવવા ના કારણે તેના ઉપર ગુસ્સામાં આવી શારીરિક – માનસિક ત્રાસ આપતા હતા, તેનો સ્વીકાર કર્યો હતો.

બંને પક્ષકારોની જુથ મીટિંગ કરવામાં આવેલ તેમજ મહિલાની ઇચ્છા મુજબ તેમના પતિની લેખિત બાહેંધરી લેવામાં આવી, જેમાં કોઈ પણ  જાતની હેરાનગતિ કરશે નહીં તેવી  લેખિત બાંહેધરી મેળવી આર્થિક રીતે તમામ જવાબદારીઓ નિભાવવા જણાવ્યું. તેઓ જાતે કામ ધંધો કરશે એમ પણ જણાવેલું. ત્યાર બાદ બહેને સાસરે જવાનો જાતે નિર્ણય લીધો. બન્ને પક્ષકારે સમાધાન કરવાનો નિર્ણય લેતા, સમાધાન કરાવવામાં આવ્યું હતું.

અરજદારન પીડિત મહિલાનો  ટેલિફોનિક સંપકઍ કરી ફોલોઅપ લેતા જણાવ્યું હતું કે હવે કોઈ પણ જાતનો ત્રાસ પતિ આપતા નથી, હવે સારું રાખે છે, તેમજ પતિ કામ ધંધો કરતા થઈ ગયા છે, હવે થી દુકાન સંભાળે છે તેમ ખુશી વ્યક્ત કરી હતી. તેમ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા  વધુમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here