Home આણંદ વૃધ્ધની કરતૂત : કુંવારિકાઓને જમાડવાનું કહી અંબાજી લઇ જઇ કર્યા અડપલાં ….

વૃધ્ધની કરતૂત : કુંવારિકાઓને જમાડવાનું કહી અંબાજી લઇ જઇ કર્યા અડપલાં ….

348
0
Old man's trick: Asking virgins to get married, Ambaji took them and made adapala....

બોરસદ પંથકમાં લાંચ્છન રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પંથકના એક ગામમાં રહેતી ધો-8 માં અભ્યાસ કરતી સગીરા સાથે વડીલ ગણાતાં ઇસમે અડપલાં કર્યા છે. વિગતવાર વાત કરીએ તો આ નરાધમે અંબાજીમાં કુંવારિકાઓને ભોજન કરાવવાનું કહી સગીરાને અંબાજી લઇ ગયો ને ત્યાં તેની સાથે શારિરિક છેડતી કરી હતી. ત્યારે આ બાબતે સગીરાએ સઘળી હકીકત પરિવારને જણાવતાં પરિવારજનોમાં ચોંકી ઉઠ્યા હતા જ્યાં પરિવાર દ્વારા બોરસદ પોલીસ મથકે વૃધ્ધ નરાધમ વિરુધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બોરસદના એક ગામમાં સગીરાના પિતાને ગામના ઘનશ્યામ ડાહ્યા પટેલે અંબાજી મંદિર ખાતે પાંચ કુંવારસી દિકરીઓને જમાડવાની બાધા રાખી હોવાનું જણાવી દિકરીને સાથે લઇ જવા જણાવ્યું હતું. જોકે સગીરાના પિતા વૃધ્ધને ઓળખતા હોવાથી દિકરીને વૃધ્ધની સાથે મોકલી હતી. દરમિયાન, સગીરા વૃધ્ધ સાથે અંબાજીથી ઘરે પરત આવ્યા બાગ ડરી ગઇ હતી. જે પરિવારજનોને ધ્યાને આવતાં દિકરીને પૂછતાં દિકરીએ સમગ્ર વાત જણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here