Home સુરત સુરત શહેરના અડાજણ પાટીયા પાસે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી...

સુરત શહેરના અડાજણ પાટીયા પાસે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

237
0
સુરત : 24 ફેબ્રુઆરી

સુરત શહેરમાં આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક આઘનો બનાવ સામે આવ્યો છે.શહેરના અડાજણ પાટીયા સ્થિત આવેલ તાપી રીવરફ્રન્ટ પર આવેલ ડોમમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે.જોતજોતમાં આગ એટલી ભીષણ દેખાતી હતી કે દોઢ થી બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાતા હતા.રિવફ્રન્ટમાંના ડોમમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર બિગ્રેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાનિ નોધાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તાપી રિવર ફ્રન્ટ ખાતે ના ડોમમાં આગ લાગી હતી. ક્યાં ફરી એક વખત આગ લાગતાં ફરીથી ફાયર વિભાગ દોડતું થયું હતું. થોડી જ મિનિટો ની અંદર આગની જ્વાળા એટલે વિશાળ હતી કે સમગ્ર ગામને લપેટમાં લઇ લીધો હતો અને આગની ફ્રેમ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ફાયર ફાઈટરની જાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ને આગ ઉપર કાબૂ મેળવે તે પહેલા આખો બળીને ખાખ થઈ ગયો હતો. સદ્નસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

અહેવાલ : શોભાના ઘેલાણી, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here