Home આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ યોજાયો

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ યોજાયો

140
0

આણંદ જિલ્લા પોલીસવડા પ્રવીણ કુમાર નાઓએ દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપી હતી..

જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પો. ઇન્સ. સી.પી.ચૌધરી નાઓના માર્ગદશન હેઠળ આણંદ જીલ્લા સહકારી સંઘ દ્વારા આયોજીત વી. ઝેડ પટેલ કોલેજ ગંજ બજાર રોડ આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PSI H. D. પુરોહીત તથા ASI મુસ્તકીમ મલેક તથા સાયબર પ્રમોટર વીરેન જોષી દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી, તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલીક હેલ્પ લાઇન નંબર 1930 ડાયલ કરી ફરીયાદ કરવા વિશે માહિતી આપી હતી.. આ કાર્યક્રમમાં વી. ઝેડ પટેલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ તથા જીલ્લા સહકારી સંઘના સી.ઇ.આઇ. ખાસ હાજર રહેલ તેમજ 100 જેટલી સંખ્યામાં વિધાર્થીઓ તથા કોલેજ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here