Home સુરત સુરત ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કાર્યવાહી

સુરત ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કાર્યવાહી

94
0
સુરત : 7 માર્ચ

સુરત ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આજે સુરત કોર્ટ દોષિતોને સજા મામલે કાર્યવાહી થઇ હતી. ગઇકાલે સુરત કોર્ટે હર્ષ સહાય ગુર્જર અને તેને મદદગારી કરનારા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા છે. બંને દોષિતોને ફાંસીની સજાની માગણી થઈ રહી છે. આજે કોર્ટમાં સરકારી વકીલની દલીલો પૂર્ણ થઇ છે. ત્યારે આરોપીની સજાની સુનાવણી આગામી 7 મી માર્ચના રોજ થશે.

કેસની વિગત મુજબ 6 એપ્રિલ, 2018ના રોજ ભેસ્તાન સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. તેની પર જાતીય હુમલો અને બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી, જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાં લાવી આ લાશ કોઈ ફેંકી ગયું હોવાનું સપાટી પર આવ્યું હતુ. જોકે આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેંકી દીધી હતી.

 

હર્ષસહાયને ફાંસી અને હરિઓમને આજીવન કેદ,
દીકરી સામે માતાની હત્યા કરી કિશોરીના
ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી
એપ્રિલ-2018માં 11 વર્ષની કિશોરી અને તેની માતાની હત્યા કરવામાં આવી હતી
કારના આધારે પોલીસ માતા-દીકરીના હત્યારા સુધી પહોંચી હતી.

 

 

બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતાં પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બંને માતા-પુત્રી હોવાનું ખૂલ્યું હતું. કારના આધારે પોલીસે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલા ગુર્જરની ધરપકડ કરી હતી.

કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટે કરાયેલી અરજી મંજૂર રહેતાં 4 માર્ચના રોજ કોર્ટમાં બન્ને આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.આરોપી હર્ષસહાય માતા-દીકરીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. પર્વત પાટિયા પર બંનેની રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. બનાવના દિવસે આરોપીએ માતાને માર મારી ચાલુ કારમાં દીકરીની નજર સામે જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી. કિશોરી સાથે ક્રૂરતાપૂર્વક વર્તી તેના ગુપ્તાંગમાં લાકડી નાખી તેની પણ હત્યા કરી નાખી હતી. બાળકી પર 78 જેટલી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. માતા અને બાળકીની લાશ અલગ-અલગ સ્થળેથી મળી હતી.

અહેવાલ : શોભાના ઘેલાણી, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here