Home Trending Special ગૌરવ , સન્માન અને સુરક્ષાનો રંગ એટલે ખાખી !!!! …. ગુજરાત પોલીસના...

ગૌરવ , સન્માન અને સુરક્ષાનો રંગ એટલે ખાખી !!!! …. ગુજરાત પોલીસના યુનિફોર્મમાં થઇ શકે છે ઐતિહાસિક બદલાવ …

140
0

આપણે નાનપણથી એક રંગ જોતાં આવ્યા છીએ…એ છે ખાખી રંગ.. હાલના સમયમાં ઘણાંય યુવાનો ખાખી વરદી પહેરવાના સપનાં સેવી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઇએ કે આ ખાખી વરદીનો કલર અને ડિઝાઇન બદલાઇ શકે છે. ઐતિહાસિક નિર્ણયથી ઘણાં બધાં બદલાવ આવી શકે છે. જેમાં અનેક લોકોનાં સપનાં રહેલાં છે.

વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસનાં યુનિફોર્મ એવાં ખાખી વરદીનો રંગ અને ડિઝાઇન બદલાવાની શક્યતા છે. બ્રિટિશ શાસન એટલે કે ભારત દેશ આઝાદ પણ નહોતો થયો અને એ પહેલાંથી પોલીસના યુનિફોર્મ કલર ખાખી હતો. ત્યારે હવે સરકારે પોલીસના ખાખી યુનિફોર્મનાં કલર અને ડિઝાઈન ઉપરાંત કાપડમાં ફેરફાર કરવાની યોજના પર કામગીરી શરૂ કરી દીધી છે, જે અન્વયે જાણીતી અનંત નૅશનલ યુનિવર્સિટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણા અને તેમની ટીમ ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાનાં 35થી વધુ શહેરોમાં ફરજ બજાવતા વિવિધ રેન્કનાં 7 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનો સર્વ કરીને પોલીસ યુનિફોર્મની ખાસ ડિઝાઈન પણ તૈયાર કરી દેવામાં આવી છે. એ ડિઝાઈનને સરકારની લીલીઝંડી મળતાં આગામી સમયમાં પોલીસ નવાં રૂપ-રંગના યુનિફોર્મમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ખાસ કરીને નવી ડિઝાઈનનો યુનિફોર્મ મહિલા પોલીસ કર્મચારી માટે આશીર્વાદરૂપ નીવડશે.
ગુજરાત પોલીસમાં જવાનો અને અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતો વર્તમાન ડ્રેસ ખૂબ ટાઇટ અને ચુસ્ત છે અને પેન્ટ પહેરી રાખવામાં પણ અગવડ પડે છે. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોડર્નાનાઇઝેશન દ્વારા આ અગાઉ પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરાઈ હતી. ખાખી રંગ અસલમાં ધૂળ-માટીનો રંગ છે. 1847માં સર હેરી લમ્સડેને સત્તાવાર રીતે ખાખી રંગની વરદી અપનાવી અને એ જ સમયથી ભારતીય પોલીસમાં ખાખી રંગની વરદી ચાલી આવી રહી છે.
પોલીસની પોતાની ઓળખ છે, આથી જ આપણે પોલીસવાળાને દૂરથી ઓળખીએ છીએ. તેની પાછળનું કારણ તેમનો ગણવેશ છે. પોલીસના ગણવેશની ઓળખ એ એનો ખાખી રંગ છે. હાલનો ખાખી ડ્રેસ ખૂબ ચુસ્ત છે અને ટેરીકોટનનો બનેલો છે. જ્યારે નવો દાખલ થનારા ડ્રેસની ડિઝાઇનમાં પોલીસ જવાનને સંપૂર્ણ સગવડ પડે એવા ખૂલતા ડ્રેસની તરફેણ કરવામાં આવી છે. પોલીસ યુનિફોર્મ બદલવા માટે હાથ ધરાયેલા સર્વેનાં તારણોના એક ભાગ તરીકે ગુજરાત પોલીસનો ડ્રેસ બદલવાની યોજના હાથ ધરાઇ છે. ગુજરાતમાં પડતી આકરી ગરમીમાં પોલીસનો ચુસ્ત અને ટેરીકોટનનો ડ્રેસ ખૂબ અગવડ પેદા કરે છે, તેથી પોલીસનો ડ્રેસ બદલવા અંગે એક સર્વે હાથ ધરાયો છે. ગુજરાત પોલીસ યુનિફોર્મ અંગે સર્વેનાં પ્રોજેક્ટની કામગીરી કરનાર અનંત નૅશનલ યુનિવર્સિટીનાં સસન્ટેનબલ ફેશન એન્ડ ટેક્સટાઈલ વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણાએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ યુનિફોર્મ સર્વેના પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીના છ વિદ્યાર્થી સાથે સતત ત્રણ મહિના ઓનલાઇન અને ફિઝિકલ સર્વે કરવામાં આવ્યો છે, જે તાજેતરમાં જ પૂર્ણ થઈ ગયો છે.
ગાંધીનગર, મહેસાણા પાટણ, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના 7 હજારથી વધુ વિવિધ રેંકનાં પોલીસકર્મચારીઓનો સર્વે કરી અભિપ્રાય લેવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગના પોલીસકર્મચારીઓએ હાલનો યુનિફોર્મની ડિઝાઈન-કાપડ ચેન્જ કરવાની તરફેણ કરી છે. હાલનો યુનિફોર્મ આરામદાયક નથી. પોલીસ આઠથી દસ કલાક કે એનાથી વધુ સમય સુધી વરદીમાં ફરજ બજાવતા હોય છે, જેના કારણે તેઓ કન્ફર્ટ ફીલ કરતા નથી.
આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણાએ વધુમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા કર્મચારીઓ હાલની વરદીને કારણે અનકમ્ફર્ટ ફીલ કરે છે, કેમ કે પ્રેગ્નન્સી, પિરિયડ તેમજ હોર્મોન્સને કારણે મહિલા કર્મચારીઓનું શરીર વધતું ઘટતું રહેતું હોય છે. આવા સંજોગોમાં મહિલા કર્મચારીઓ મોડર્ન સલવાર કુર્તા પહેરી શકે એમ નથી, જેથી મહિલા પોલીસ કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ગ્લોબલી ક્લાઇમેટ, ગરમીથી રાહત મળે એ પ્રકારની ડિઝાઇન તૈયાર થશે, જેમાં મહિલા કર્મચારીઓ પ્રેગ્નન્સી અને પિરિયડસ સમયે પણ વરદી પહેરી શકે એ પ્રકારની ડિઝાઇન હશે.
હાલનો પોલીસ યુનિફોર્મ કોટન અને પોલિસ્ટરના મિક્સ કાપડનો ,. જેનું વજન પણ થોડું વધુ છે, આથી નવા યુનિફોર્મની ફેબ્રિક કાપડમાંથી ડિઝાઈન તૈયાર કરાઈ છે, જેનો રંગ ટોન થોડો ડાર્ક એટલે કે સૈનિકો વરધી મુજબ હશે. ત્યારે આ કાપડ પણ 300થી 350 રૂપિયે મીટરની કિંમતે મળી રહેશે. આ માટે વિવિધ ઉંમર, અલગ અલગ રેન્ક તેમજ ઝાડા-પાતળા પોલીસકર્મચારીઓને અનુરૂપ ડિઝાઈન તૈયાર કરાઈ છે. અત્યારસુધીમાં 35 શહેરના 7 હજાર પોલીસકર્મચારીનો સર્વે કરાયો છે. એ મુજબ નવા પોલીસ યુનિફોર્મની અલગ અલગ ડિઝાઈન તૈયાર કરાઈ છે, જેને સરકારમાંથી એપ્રૂવલ મળતાં જ આગામી સમયમાં પોલીસ નવાં રૂપ-રંગના આરામદાયક યુનિફોર્મમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ હાલ તેમના અધિકારીઓ માટે ઉચ્ચ કોટિના સર્વશ્રેષ્ઠ બૂટ પસંદ કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. અધિકારીઓ માટે બૂટની ડિઝાઇન પસંદ કરવા માટે રચાયેલી સમિતિના સભ્યો હાલમાં કેટલીક નેશનલ અને કેટલીક ઇન્ટરનેશનલ બ્રાન્ડના બૂટની ચકાસણી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ આ અંગેની જાહેરાત કરે એવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here