Home પાટણ સરસ્વતી તાલુકાની ભૂતિયા વાસણા અનુપમ પ્રાથમિક શાળાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

સરસ્વતી તાલુકાની ભૂતિયા વાસણા અનુપમ પ્રાથમિક શાળાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

149
0
પાટણ : 21 માર્ચ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં શાળાઓના જન્મદિવસની ઉજવણી કરવા આહ્વાન કર્યું હતું. જેના પગલે સરસ્વતી તાલુકાની ભૂતિયા વાસણા અનુપમ પ્રાથમિક શાળાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો.

ગુજરાત પંચાયત મહાસંમેલન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતના સરપંચો અને સદસ્ય સહિતના જનપ્રતિનિધિઓને ગામના સ્થાપના દિવસ અને શાળાની સ્થાપના દિવસની ઉજવણી કરવા આહ્વાન આપ્યું હતું. પોતાની શાળા પ્રત્યે ઋણાનુબંધ જળવાઈ રહે તે માટે કરવામાં આવેલા આ આહ્વાનના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને સરસ્વતી તાલુકાના ભૂતિયા વાસણા અનુપમ પ્રાથમિક શાળાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


શાળાના જન્મદિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તા.17 માર્ચ, 1954માં સ્થાપવામાં આવેલી આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્ય ઉજવણી કરી પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ કાર્યક્રમમાં સરસ્વતી તાલુકા શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણા, બી.આર.સી. દિલીપભાઈ નાયી, કાંસા સી.આર.સી. રાજેશભાઈ દેસાઈ, પે.સેન્ટર આચાર્ય કલ્પેશભાઈ દેસાઈ, ભૂતિયા વાસણા શાળાનાં આચાર્ય ઉદયસિંહ સુતરીયા, પેટા શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here