જૂનાગઢ : 3 ફેબ્રુઆરી
અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવતી નિસ્વાર્થ સેવા બીમારી સબબ પીડાતા અનેક અબોલ પશુ પક્ષીઓને સારવાર થકી સ્વાસ્થ્ય પ્રદાન કરી રહયા છે.
જૂનાગઢ મા સક્કરબાગ મા ફરજ બજાવતા અને ખુબજ દૂર દૂર સુધી જેમના મૂંગા અને અબોલ જીવો માટે ના નિસ્વાર્થ સેવા કાર્યોની નોંધ લેવામાં આવતી હોય છે એવા પ્રકૃતિ પ્રેમી ધીરુભાઈ ટુંડિયા નું નામજ અગ્રેસર આવતું હોય છે
આ નિસ્વાર્થ સેવાકાર્યો ની નોંધ એવાજ અનેક નિસ્વાર્થ કર્યો કરી રહેલા એવા આપણું ગીર નામના સંગઠન ને થતાંજ મૂંગા અને અબોલ જીવો ને માટે અથાગ પ્રયાસો કરતા એવા ધીરુભાઈ ટુંડિયા ને આ સત્કાર્યો મા આપણું સંગઠન મદદરૂપ થવા સુ કરી શકે અને અંતે સંગઠને એવું નકકી કર્યું કે આપણા ગ્રુપ તરફથી એક બાઇક ( હિરો સ્પેન્ડર) આપીએ જેથી કરીને મૂંગા અને અબોલ જીવોને બચાવવા માટે તેઓ આ દ્વારા જેતે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી શકે અને આપણું ગીર ગ્રુપ દ્વારા એક બાઇક અર્પણ કરવામાં આવી હતી
સોરઠની પાવન અને પવિત્ર ધરતી કે જયાં ગીરના સાવજોની ડણક સાંભળવા મળતી હોય છે એવા ગીરના સાવજ ધીરુભાઈ ટુંડિયા કે જેઓ દ્વારા અનેક જોખમી રેસ્ક્યુ ઓ પણ કરવામાં આવ્યા છે પોતાના જાનના જોખમની પણ પરવા કર્યા વગર મૂંગા અને અબોલ જીવો ને બચાવવા માટે અનેક જીવ સ્ટોસ્ટ ના રેસ્ક્યુ ઓ પણ તેમના દ્વારા કરવા મા આવ્યા છે ધન્ય છે આ પ્રકૃતિ પ્રેમી ને નકોઈ પ્રસિદ્ધિ નકોઈ અભિમાન બસ ચુપચાપ કર્યો કર્યા.