Home પાટણ વસઈના બળદેવભાઈ પાંચોટિયા એ પોતાની અદાકારી થી કેટલાય રંગભૂમિ પ્રેમીઓના દિલ જીત્યા...

વસઈના બળદેવભાઈ પાંચોટિયા એ પોતાની અદાકારી થી કેટલાય રંગભૂમિ પ્રેમીઓના દિલ જીત્યા હતા…

157
0
પાટણ : 27 માર્ચ

આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે વર્ષો પૂર્વે જ્યારે સિનેમાઘરો કે ટેલિવિઝન ન હતા ત્યારે લોકોના મનોરંજન અને સુધારણા માટે વિવિધ શહેરો અને ગામોમાં નાટક કંપનીઓ ના કલાકારો દ્વારા કલાના કામણ પાથરી ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસની જીવંત રાખવાનું કાર્ય આ કલાકારો બખુબી નિભાવતા હતા.

આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે તે અંતર્ગત રંગભૂમિમાં પોતાનું મહાન યોગદાન આપનાર નામી-અનામી કલાકારો ને યાદ કરવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસાઈ (ડાભલા) ગામના પનોતા પુત્ર અને રંગભૂમિના મહાન કલાકાર બળદેવદાસ વિઠ્ઠલદાસ નાયક (પાંચોટીયા) કે જેમણે પોતાની અદાકારી થી કેટલાય રંગભૂમિ પ્રેમીઓના દિલ જીત્યા હતા. તો આજે તેઓના જીવન કથન વિશે જાણીએ.

બળદેવદાસ નો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસાઈ ગામમાં થયો હતો.ગામમાં ધોરણ 4 સુધીનો અભ્યાસ કરી કાંતિભાઈની સાથે રંગભૂમિમાં પગરણ કર્યું તેઓએ રામરાજ્ય નાટકમાં લવ ના પાત્રની બાળ ભૂમિકા ભજવી હતી સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં વિવિધ કંપનીઓમાં અભિનય કરી અનેક ઇનામો બાલ્યાવસ્થામાં જ પ્રાપ્ત કર્યા હતા. પહાડી અવાજ અસરકારક ભાષાના જોડે પુરુષ અને સ્ત્રી પાત્ર ની વિવિધ ભૂમિકાઓ ભજવી રંગભૂમિના વારસાને જીવંત રાખ્યો હતો તેઓએ શેણી વિજાણદ મા વિજાણદ,ઘર ઘુઘટ ને ઘરચોળું મા મોહન, પાનેતરનો રંગ માં લાખણશી ભક્ત બોડાણા માં બોડાણો,ગરીબ કન્યા, માલવ પતિમુંજ જેવા પાત્રોમાં ગુજરાત સરકાર દ્વારા યોજાતી નાટ્યસ્પર્ધા મો દક્ષિણ ગુજરાતના કીમ ગામે વજુભાઈ ટાંક,ગની દહીવાલા ,પીતાંબર પટેલ અને મુંબઈના જાણીતા કલાકાર પ્રતાપ ઓઝાએ બળદેવભાઈ ની કલાને બિરદાવી હતી. આ ઉપરાંત બળદેવભાઈ એ ભક્ત પ્રહલાદ અનીતિ કે નીતિ ઝાંસીની રાણી રાજા સંભાજી અનોખી પૂજા વીર પસલી વીર માંગડાવાળો જેવા અનેક નાટકોમાં મુખ્ય પાત્ર ભજવ્યા હતા તેઓને સરકાર દ્વારા પણ અનેક પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.

તે સમયે નાટક કંપનીઓ દ્વારા લોક કલ્યાણના કામો કરવામાં આવતા હતા.ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામે કાંતિલાલ કોમી કે પોતાના પુત્રની સારવાર માટે માલવ પતિ મુંજ નાટકમાં માસ્ટર અશરફખાન ને બોલાવતા તેમની સાથે હિરોઈન બનવાનું સૌભાગ્ય બળદેવભાઈને મળ્યું હતું જેવોએ ઉત્તમ સ્ત્રી પાત્ર ભજવતા માસ્ટર અસરખાને પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

તો વિર માંગડાવાળા નાટકમાં માંગડા ની ભૂમિકા ભજવતા બળદેવભાઈ ને જોઈ ગુજરાતી ચલચિત્રના જાણીતા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મંચ ઉપર આવી જાહેરમાં પીઠ થાબડી સાબાશી આપી હતી.
બળદેવભાઈ નો અવાજ શુમધુર હોઈ તેઓએ ગાયકીમાં પણ કાઠું કાઢયું હતું તેઓએ બાલ્યકાળમાં હેમુ ગઢવીને ગાયકી માં પરાસ્ત કર્યા હતા જેથી હેમુ ગઢવીએ પણ તેમની પ્રશંસા કરી હતી. બળદેવભાઈ નો અવાજ એટલો સુંદર હતો કે નાટક ના ગાયનો માં પ્રેક્ષકો દ્વારા વન્સમોર કરાવવામાં આવતો હતો આમ ગાયકી માં પણ તેઓએ ડંકો વગાડ્યો હતો.

બળદેવભાઈએ વિવિધ નાટકોમાં પુરુષ અને સ્ત્રીના મુખ્ય પાત્રો ભજવી રંગભૂમિના કલાવારસો અને જીવ્યા ત્યાં સુધી જીવંત રાખ્યો હતો. રંગભૂમિની કલા વર્તમાન સમયમાં લુપ્ત બની રહી છે ત્યારે આજના આ રંગભૂમિના દિવસ નિમિત્તે આવા ઉચ્ચકોટિના માસ્ટર કલાકાર એવા મારા નાના શ્રીબળદેવદાસ વિઠ્ઠલદાસ નાયક (પાંચોટીયાને) કોટી કોટી વંદન

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here