Home સુરેન્દ્રનગર વઢવાણ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વઢવાણ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

132
0
સુરેન્દ્રનગર : 6 માર્ચ

રૂપિયા ૧.૬૦ કરોડથી વધુના ખર્ચે પ્રાદેશિક કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગરના રૂપિયા ૧.૬૦ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત ભવનનો વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અદ્યતન સુવિધાઓ સાથે નવા ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવતા જિલ્લાના ઉદ્યોગગૃહો અને સામાન્ય જનતાની સુવિધામાં વધારો થશે.
વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમ હાથ ધરી રાજ્યમાં નવા ઉદ્યોગોનું રોકાણ થાય અને લોકોને રોજગારી મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર ઝડપભેર આગળ વધી રહી છે.
રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે અગ્રેસર રહી કાર્ય કરી રહી છે તેમ જણાવી મંત્રી એ ઉમેર્યું હતું કે, ઉદ્યોગ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા અનેક નવી પોલિસી લાવીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાતે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.


આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર ખાતે પ્રદૂષણ કચેરીના નવનિર્મિત ભવનથી અહીંના ઉદ્યોગકારો અને સામાન્ય જનતાને ફાયદો થશે.
આ તકે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.


આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.બી.બારડે  સ્વાગત પ્રવચન કરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. તેમજ બોર્ડના સભ્ય સચિવ એ.વી શાહે આભારવિધિ કરી હતી.
કાર્યક્રમના અંતે કચેરીના પ્રાંગણમાં મંત્રી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરેન્દ્રનગર- દુધરેજ- વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, અગ્રણીઓ સર્વ જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, શંકરભાઈ વેગડ, ધનરાજભાઇ કૈલા,મનહરસિંહ રાણા તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના યુનિટ હેડ ડી.એમ.ઠાકર અને પ્રાદેશિક અધિકારી કે.કે.લકુમ સહિત જિલ્લાના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here