સુરેન્દ્રનગર : 6 માર્ચ
લીંબડી – રાજકોટ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બે જૈન સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચી
– પગપાળા ચાલીને જઈ રહેલા ત્રણ જૈન સાધ્વીજી સહિત અન્ય એક વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી – રાજકોટ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બે જૈન સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં હાઇવે પર પગપાળા ચાલીને જઈ રહેલા ત્રણ જૈન સાધ્વીજી સહિત અન્ય એક વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી જૈન સમાજના આગેવાનો લીંબડી હોસ્પિટલે દોડી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી – રાજકોટ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બે જૈન સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં લીંબડી – રાજકોટ હાઇવે પર વસ્તડી ગામ પાસે અજાણ્યો વાહનચાલક અડફેટે લઈ નાશી છૂટ્યો હતો. હાઇવે પર અકસ્માતના ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
આ અકસ્માતની ઘટનામાં હાઇવે પર પગપાળા ચાલીને જઈ રહેલા ત્રણ જૈન સાધ્વીજી સહિત અન્ય એક વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી – રાજકોટ હાઇવે પર આ અકસ્માતના બનાવથી જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી.
આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી જૈન સમાજના આગેવાનો લીંબડી હોસ્પિટલે દોડી ગયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર આ અકસ્માતના બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.