Home સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે થી ખેતરોમાં મજુરી કામ કરતા શ્રમજીવી પરિવારના...

લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે થી ખેતરોમાં મજુરી કામ કરતા શ્રમજીવી પરિવારના લોકો માટે મફત છાશ વિતરણ

181
0
સુરેન્દ્રનગર : 22 એપ્રિલ

ઝાલાવાડ પંથકમાં ઉનાળો હવે મધ્યાને પહોંચી આકાશ માંથી અગન ગોળા વરસાવી રહ્યો છે ત્યારે સીમાડાઓ માં મહેનત મજૂરી કરી પેટીયુ રળતા પરિવારજનો ને જમવા સમયે છાસ મળી રહે તે હેતુથી લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પોતાના જ ગામ માં એટલે કે લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે થી ખેતરોમાં મજુરી કામ કરતા શ્રમજીવી પરિવારના લોકો માટે મફત છાશ વિતરણ વ્યવસ્થા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા પ્રવૃત્તિ સાથોસાથ જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓ અને કુપોષીત બાળકો ને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે દરરોજ એક પરિવાર ને એક કિલો શુદ્ધ ઘી ની વિતરણ કરવામાં આવે છે.

લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા એ જણાવ્યું હતું કે અમારો હેતુ આ મફત છાશ વિતરણ સાથોસાથ દરેક ગામડાઓમાં આગેવાનો અને મોટા ખેડૂતો ભેગા મળીને શ્રમજીવી પરિવાર ને મદદરૂપ થાય તેવું આયોજન કરે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના લોકો ને રાહત મળે તેમજ જરૂરિયાતમંદ ગરીબ પરિવારોના સગર્ભા મહિલાઓ ને તેમજ કુપોષણ ધરાવતા બાળકો ને શુદ્ધ ઘી મળી રહે તે હેતુથી દરરોજ એક પરિવાર ને એક કિલો ઘી મફતમાં આપવામાં આવે છે. તેમજ જરૂરિયાતમંદ પરિવારના સભ્યો ને જરૂરી ઘંઉ ચણા જેવી અનાજની કીટ મળી રહે એ હેતુથી આ આયોજન જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી એટલે કે ત્રણ થી સાડા ત્રણ મહિના સુધી આ સેવા પ્રવૃત્તિ કરવામાં આવશે..

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here