30 સપ્ટેમ્બરના રોજ રૂ 2000 રૂપિયાની ચલણી નોટ જમા કરાવવાનો તથા બદલાવવાનો છેલ્લો દિવસ છે. જો હજુ પણ તમે જમા નથી કરાવી તો તમે સંકટમાં મુકાઇ શકો છો. હવે રૂ. 2000ની નોટો બદલાવની છેલ્લી તારીખ ખૂબજ નજીક છે. ત્યારે 25000 કરોડ રૂપિયાની ચલણી નોટો હજુ પણ બેંકો સુધી પહોંચી નથી વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્ક કે આ વર્ષે 19 મેના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં તેમણે 2000 રૂપિયાની નોટ બદલવા અથવા તો બેંકમાં જમા કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ નોટો જમા કરાવવા અથવા બદલાવા માટે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે જો હજુ સુધી 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવી નથી તો 30 સપ્ટેમ્બર પહેલા કામ પૂર્ણ કરી લો.
RBI એ 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરવાની છેલ્લી તા: 30 સપ્ટેમ્બર નક્કી કરી છે જેના કારણે હવે માત્ર ચાર દિવસ બાકી છે. બેંકને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં રૂપિયા 2000ની નોટ બદલાવો અથવા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે લોકોને રૂપિયા 2000 રૂપિયાની નોટ પરત કરવા માટે પ્રોત્સાહિત કરતી વખતે બેંકે કહ્યું છે કે આ કાયદેસર છે. અત્યાર સુધીમાં 356 અજબ રૂપિયા બેંકમાં પરત આવ્યા છે જ્યારે 7% નોટો હજુ બેંકમાં જમા કરાવવાની બાકી છે. સરકારી માર્ગદર્શિકા અનુસાર 2000 રૂપિયાની નોટ બેંકમાં બદલાવાય અથવા જમા કરાવવા માટે કોઈ દસ્તાવેજોની જરૂર નથી. ગ્રાહક એક સમયે 20,000 રૂપિયાની 10 નોટો જમા કરાવી શકે છે. જોકે જે લોકો પાસે બેંકનું ખાતું છે. તેઓ કોઈપણ નંબરની 2000 ની નોટોનું કલેક્શન જમા કરાવી શકે છે. RBI હેઠળ તમારે 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં જમા કારવવાની રહેશે. જો તમે એ નોટો બદલાવતા નથી કે પછી જમા નથી કરાવતા તો આ 2000ની ચલણી નોટ માત્ર કાગળ બનીને રહી જશે.