Home સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ભલગામડા સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ખાતે વન મંત્રી એ સ્મૃર્તિ વન...

લીંબડી તાલુકાના ભલગામડા સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ખાતે વન મંત્રી એ સ્મૃર્તિ વન નુ લોકાર્પણ કર્યું હતું.

188
0
સુરેન્દ્રનગર : 26 ફેબ્રુઆરી

લીંબડી તાલુકાના ભલગામડા સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ખાતે વન મંત્રી એ સ્મૃર્તિ વન નુ લોકાર્પણ કર્યું હતું.

ભલગામડા ના દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવી ઉછેર કરવા સંકલ્પ બધ થયા

તળાવ કાંઠે 5,000 વૃક્ષો સંકલ્પવન બનશે

સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ખાતે સ્મૃર્તિ વન નુ વન અને પર્યાવરણ મંત્રી એ કર્યું લોકાર્પણ

ભલગામડા સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ખાતે સરસ્વતી સહાય યોજના કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ 10 માં અભ્યાસ પુર્ણ કરી વિદ્યાર્થીઓ નો વિદાય આપવામાં આવી હતી.

ઝાલાવાડના અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા ના સદગત પુત્ર અલીભાઇ ના સ્મર્ણાર્થે ભલગામડા સરકારી માધ્યમિક હાઇસ્કૂલ ના પટાંગણમાં તૈયાર કરવામાં આવેલા સ્મૃર્તિવનનું કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણાએ લોકાર્પણ કર્યું હતું. વન મંત્રી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શહેર ઉપરાંત છેવાડાના ગ્રામ વિસ્તારોમાં કન્યા કેળવણી ને વધુ વેગવતુ બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.જેના હિસાબે ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણીનો ગ્રાફ ઉંચો આવ્યો છે

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ એમ બારડે ભલગામડા ગામને હરિયાળું બનાવવા ગ્રામજનો ને દરેક વ્યક્તિએ પોતાના આંગણામાં એક વૃક્ષ વાવી એનુ જતન કરી ઉછેર કરવાના સંકલ્પ લેવડાવતા. ગ્રામજનો એ આગામી દિવસોમાં ભલગામડા તળાવ કાંઠે રમત ગમત મેદાનમાં 5500 વૃક્ષો વાવી સંકલ્પવન નુ ગ્રામજનો દ્વારા નિર્માણ નુ આયોજન નિર્માણ કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ , જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ બારડ, તથા ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા, રામકૃષ્ણ મિશન ના પ્રફુલ મહારાજ, સરપંચ સુખદેવસિંહ રાણા, ઉપસરપંચ શક્તિસિંહ ઝાલા, વાઘુભા રાણા, સંજયભાઈ અમદાવાદીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા સરકાર માધ્યમિક હાઇસ્કૂલ ના અવનીબા ઝાલા, શ્ચેતાબેન ચિત્તલીયા, રઘુવીરસિંહ રાઓલ તથા અપેક્ષાબેન દેસાઇ એ જહેમત ઉઠાવી હતી. રામકૃષ્ણ મિશન ના પ્રફુલ મહારાજે આષિર્વચન પાઠવ્યા હતા..

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here