સુરેન્દ્રનગર : 30 માર્ચ
લીંબડી-ચુડા-પાણશીણા પોલીસે દારૂ પીતા અને વેપલો કરતા ઈસમો વિરુધ્ધ ડ્રાઈવ ચલાવી હતી. જેમાં લીંબડી અને ચુડા તાલુકામાં દારૂ પીતા અને દારૂનો વેપલો કરતા 14 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ચુડા તાલુકાના કુડલા ગામના ગંગા ઈશ્ચરભાઈ દશાડીયાના મકાનમાંથી 3-લીટર દેશી દારૂ, લીંબડી મફતીયાપરામાં રહેતા શૈલેષ ટીનાભાઈ ફોરણીયાને પીધેલી હાલતમાં, બોરણા ગામના અજય ઉર્ફે ગાંગુલી પ્રતાપભાઈ લોલાડીયાના વાડામાંથી 4-લીટર દારૂ, ચોકી ગામના દશરથ ઉર્ફે ભાણો દીલુભાઈ કોળીએ તલાવડીની પાળે સંતાડેલો 800-લીટર દારૂ બનાવવાનો આથો, શિયાણી ગામના મહેન્દ્ર ઉર્ફે નાથુ માધુભાઈ બોરાણાએ મફતીયાપરા હેમુભાઈ વજુભાઈ મોરીના મકાનમાં છૂપાવેલી 192 ઈંગ્લીશ દારૂની બોટલો, શિયાણી ગામે સવજી જશમત પનારાએ પોતાના મકાનમાં રાખેલા 3-લીટર દેશી દારૂ, શિયાણી ગામનો સહદેવ ગંભીરસિંહ ઝાલા પીધેલી હાલતમાં, તાવી ગામનો મનુ રાજભાઈ વાઢેર પીધેલી હાલતમાં, જાંબુ ગામનો મનજી અમરશી ચુ.કોળીએ છૂપાવેલા 400-લીટર દારૂ બનાવવાનો આથો, કટારીયા ગામનો ઘનશ્યામ નાનજીભાઈ સતાપરા પીધેલી હાલતમાં, રાયકા ગામનો ધીરૂ મનજી સારોલા 3,625 રૂ.ના દારૂ અને મુદ્દામાલ સાથે, લીંબડીનો નિરવ ઉર્ફે ભુરો રાજુભાઈ આચાર્ય પાસેથી 6-લીટર દેશી દારૂ, પાણશીણા ગામના અરવિંદ ઉર્ફે શિવો રણછોડભાઈ ચુ.કોળી પાસેથી દેશી દારૂ બનાવવાનો 400-લીટર આથો અને રાણાગઢ ગામના રાહુલ જોગાભાઈ દોમડા પાસેથી 2-લીટર દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો.