Home સુરેન્દ્રનગર લીંબડી, ચુડા અને બોટાદથી ચોરી કરેલા 5 બાઈક સાથે શખ્સ ઝડપાયો

લીંબડી, ચુડા અને બોટાદથી ચોરી કરેલા 5 બાઈક સાથે શખ્સ ઝડપાયો

172
0
સુરેન્દ્રનગર : 24 ફેબ્રુઆરી

સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં થોડા સમયથી બાઈક ચોરીના બનાવોમાં ભારે વધારો જોવા મળી રહ્યો તેવું લાગી રહ્યું છે. બાઈક ચોરોને ઝડપી પાડવા એલસીબી PI એમ.ડી.ચૌધરીની સૂચનાને ધ્યાને રાખીને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જિલ્લામાં પેટ્રોલીંગ કામગીરી તેજ કરી દીધી હતી. ચોરીના ગુનાઓની જગ્યાએ તપાસ અને CCTV ફૂટેજમાં શકમંદોની ઓળખ કરી લીંબડી સ્પોર્ટસ હોસ્ટેલ પાસેથી ઉંટડી ગામના 19 વર્ષીય યોગેશ રાજેશભાઈ મેટાલીયાને ચોરીના બાઈક સાથે ઝડપી લીધો હતો.

મુળ રાણપુર તાલુકાના બુબાવાવ ગામનો લીંબડી ગેરેજમાં કામ કરતો અને ચોરીના બાઈક સાથે પકડાયેલા યોગેશ મેટાલીયાની LCB PSI વી.આર.જાડેજા, ઋતુરાજસિંહ મકવાણા, અનિરુદ્ધસિંહ ખેર સહિતે પુછપરછ કરતા તેને લીંબડી ન.પાલિકા, સેવા સદન, બોટાદના માર્કેટિંગ યાર્ડ અને ચુડા તાલુકાના વનાળા ગામથી 5 બાઈકની ચોરી કર્યાં કબૂલાત કરી હતી. ચોરી કરેલા 4 બાઈક લીંબડી તબેલા સોસા.માં રહેતા શકિતસિંહ ભીખુભા ગોહીલ સાથે મળીને વેંચી દીધાં હોવાની પણ કબૂલાત કરી હતી. એલસીબી ટીમે બાઈક ચોર યોગેશ મેટાલીયા અને શક્તિસિંહ ગોહિલે વેચેલા ચારેય બાઈક કબજે કરી લીધા હતા.

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here