સુરેન્દ્રનગર : 14 માર્ચ
અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ અને માનવાધિકાર મહિલા બાળ વિકાસ ના ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ કલ્પેશ વાઢેરના નૈતૃત્વમા અંબારામભાઈ ચૌહાણના કારખાને કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં એજન્ડા વાઈજ ચર્ચા કરવામાં આવી હતી જેમાં જીલ્લા તાલુકાના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા તેમજ આવનાર સમયે મહિલા અને બાળવિકાસમા કઈ રીતે વધારેને વધારે કામગીરી કરી શકિએ તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી
જેમાં બહેનોમાં નયનાબેન,વિમુબેન, જાગૃતિબા,કરિશ્માબેન હાજર રહ્યા હતા અને ડીયુભાઈ પરમાર, પ્રવિણપટેલ, રાણાલાલ, ડીડી ઝાલા, નટુભા, ભુપતસિહ સહિતના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા તેમજ વકિલ મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગૌતમ પડ્યા , ડીકે પરમાર સહિતના વકિલોનુ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમનુ સંચાલન જે.જે મોરી દ્રારા કરવામાં આવ્યું હતું