સુરેન્દ્રનગર : 18 એપ્રિલ
લીંબડીમાં વાઈફાઈ ઈન્ટરનેટ ની ફોરજી ના કનેક્શની લાઈન માટે રોડ તોડીને ઠેર ઠેર બજારમાં તેમજ સોસાયટી વિસ્તારમાં ખાંડા ખોદીને રાખતાં ટ્રાફિકની સમસ્યાનો રહીશોને સામનો કરવો પડે છે.
લીંબડીમાં અનેક વિસ્તારોમાં વાઈફાઈ ઈન્ટરનેટ ની ફોરજીના કનેક્શની લાઈન માટે રોડ તોડીને ઠેર ઠેર ખાંડા ખોદીને લાઈન નાખવામાં આવે છે. અને લાઈન નાખીને ખાંડા બુરી દેવામાં આવે છે. પરંતુ ધુળનાં ઢગલાં કરીને જતાં રહે છે. ત્યારે લીંબડી નગરપાલિકા દ્વારા નવા રોડની કામગીરી ચાલુ છે. તો બીજી તરફ જેતે કંપની દ્વારા રોડ તોડી નાખવામાં આવતાં હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતાં નથી. જેને કારણે ટ્રાફિકની સમસ્યાં ઊભી થાય છે. અને ખાંડા ખોદીને રાખ્યાં હોવાથી તેમાંથી નીકળતી માટીને કારણે રોડ ફેલાઈ છે. જેને કારણે ધુળેની ડમરીઓ ઉડીને વેપારીઓની દુકાનોમાં તેમજ સોસાયટી વિસ્તારોમાં લોકોનાં મકાનોમાં પણ ફેલાય છે. ત્યારે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. કે જેતે કંપનીઓ દ્વારા રોડ તોડીને સરકાર સંપત્તિને નુકસાન પહોચાડી માં આવતું હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કેમ કડક પગલાં લેવામાં આવતાં નથી. જેને કારણે લીંબડી ની પ્રજાને મુશ્કેલી ભોગવવી પડે છે.