Home પાટણ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી અંતર્ગત પાટણ તાલુકામાં રસીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓનું...

રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી અંતર્ગત પાટણ તાલુકામાં રસીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓનું સન્માન

128
0
પાટણ : 16 માર્ચ

પાટણ તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી અંતર્ગત રસીકરણની ઉત્તમ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓ અને આંગણવાડી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે આ આરોગ્યકર્મીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, આરોગ્યકર્મીઓ દ્વારા પલ્સ પોલીયો અને અન્ય રસીકરણ કાર્યક્રમો હેઠળ પ્રતિવર્ષ લાખો લોકોને રસી આપવામાં આવે છે. જેની સાથે સાથે કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ થવાની સાથે જ મોટા પ્રમાણમાં રસીકરણ કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું.

આરોગ્યકર્મીઓની નિષ્ઠા અને સતત મહેનતના પરિણામે મહત્તમ રસીકરણ થતાં કોવિડની ત્રીજી લહેર સામે આપણે સુરક્ષિત રહી શક્યા છીએ. આરોગ્યકર્મીઓની નિષ્ઠાપૂર્ણ ફરજ માટે તેમને અભિનંદન ઉપરાંત આગામી દિવસોમાં 12થી 14 વર્ષના બાળકોના રસીકરણ કાર્યક્રમને પણ સફળ બનાવવા અનુરોધ છે.
કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બની ત્યારે તેની અસરો અંગે ગેરસમજ અને અફવાઓથી પ્રેરાઈને ઘણા લોકો જ્યારે રસીકરણ કરાવતા નહોતા ત્યારે તેમને આ રસીના ફાયદા અને તેના મહત્વ વિષે જાણકારી આપવા આરોગ્યકર્મીઓ દ્વારા સમજૂત કરવામાં આવ્યા હતા. જે અંગેનું નિદર્શન યોજી આરોગ્યકર્મીઓ તથા આંગણવાડી કાર્યકરો મહત્તમ લોકોને રસી અંગે જાગૃત કરી શકે તે માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સુશ્રી સ્મિતાબેન પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પી.આઈ.પટેલ, મેલેરીયા અધિકારી ડૉ.નરેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ગૌરાંગ પરમાર, મેડિકલ ઑફિસરો , મહિલા આરોગ્યકર્મીઓ, આશા વર્કર તથા આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here