Home ક્ચ્છ રાપર પોલીસ ની મહિલા કર્મચારી ને સલામ

રાપર પોલીસ ની મહિલા કર્મચારી ને સલામ

118
0
ક્ચ્છ : 22 એપ્રિલ

વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ખડીર દ્વીપ મા તાજેતરમાં ખડીર ના ધોળાવીરા થી 10 કિ.મી દૂર આવેલા ભંજડા દાદાના મંદિરે મોરારી બાપુની રામકથા યોજાઈ હતી.
નવા ભંજડા દાદાના મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિર આવેલું છે તે દરમિયાન મોરારી બાપુની રામકથા સાંભળવા આવતા ભક્તો અવાર નવાર આ ડુંગર પર ચાલીને દર્શન કરવા જતા હતા. ત્યારે
એક 86 વર્ષ ના વૃધ્ધ માજી પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવાની ઈચ્છા થતાં એ પણ ચાલી નિકળ્યા છેક ડુંગર સુધી પહોંચી ને અડધા ડુંગર ચડતા ચક્કર આવીને પડી ગયા અને ત્યાં આજુબાજુ રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાના કારણે બેહોશ થઈ ગયા તે વખતે ત્યાં મોરારી બાપુની રામકથા યોજાઈ હોવાથી ત્યાં બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમાર બે.નં.310 વાળાઓને ખબર પડતાં પાણી લઈ ને 5 કિ.મી દોડતા ત્યાં પહોંચી ને 86 વર્ષ ના વૃધ્ધ માજી ને પ્રાથમિક સારવાર આપી ને પાણી પીવડાવીને અને મોઢા પર પાણી છાંટી ને એમને કથા સ્થળ પર 5 કિ.મી તેમના ખભા પર ઉંચકીને લઈ આવ્યા હતાં આમ ,86 વર્ષ ના વૃધ્ધ માજી નો જીવ બચાવીને વર્ષાબેને માનવતા અને ગુજરાત પોલીસ નું ધ્યેય વાક્ય સેવા સુરક્ષા અને શાંતિ ને હકિકત માં સાર્થક કરીને બતાવ્યું છે કે પોલીસ આમ લોકો માટે અને અશકત લોકો માટે અને ગમે તેવી પરિસ્થિતિ મા ખડે પગે રહી લોકો ની સુરક્ષા અને સલામતી માટે તૈયાર રહે છે આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ પૂર્વ કચ્છ પોલીસ ની મહિલા કર્મચારી ની કામગીરી ને બિરદાવી હતી તો રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોલીસ હર હંમેશ સેવા માટે તત્પર હોય છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ કુદરતી આફતો અને બુઝુર્ગ લોકો માટે તેમજ મહિલા બાળકો માટે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે દરેક પોલીસ કર્મચારીઓ તત્પર રહે છે અને લોકો ની સેવા કરી રહ્યા છે તેમ જણાવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ની સખતાઈ થી કામગીરી કરવા ની કામગીરી ને લોકો બદનામ કરી રહ્યા છે ત્યારે સારી કામગીરી ને ભાગ્યેજ કોઈ રાજકીય કે સામાજીક સંસ્થાઓ નોંધ લે છે એ યાદ રાખવું ઘટે છે

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here