Home પાટણ યુવા ભાજપ કાર્યકરે માઈક્રો ડોનેશન નિધિ ચેક અર્પણ કર્યો…

યુવા ભાજપ કાર્યકરે માઈક્રો ડોનેશન નિધિ ચેક અર્પણ કર્યો…

129
0
પાટણ : 5 માર્ચ

સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે માઈક્રો ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે પાટણ ભાજપના યુવા કાર્યકરે સંગઠનના આગેવાનો ને ચેક અર્પણ કરી પક્ષને મજબુત બનાવવા માં પોતાનું યોગદાન આપ્યું હતું

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં micron કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમ અંતર્ગત જે રકમ એકત્રિત થશે તે ખેડૂતો માટે બેટી બચાવો બેટી પઢાઓ માટે કન્યા કેળવણી માટે ઉપયોગ કરવામાં આવશે જે અંતર્ગત દરેક લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે ત્યારે પાટણ ભાજપના યુવા આગેવાન સંજયભાઈ મોદીએ શનિવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિધી અપૅણ કાયૅક્રમ અંતગર્ત પોતાનો ચેક આગેવાનોને અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ દશરથજી ઠાકોર, જિલ્લાના પ્રભારી ગોવિંદભાઈ પટેલ, જિલ્લા ના મહામંત્રી રમેશભાઇ સિંધવ,પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, ગાંધીનગરના પ્રભારી મોહનભાઈ પટેલ, નિધી એકત્રીકરણ જિલ્લાના ઇન્ચાર્જ સતિષભાઈ ઠક્કર સહિતના ભાજપના આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here