Home સુરેન્દ્રનગર યુક્રેનમાંથી પરત આવવા માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓની વિગત આપવા માટે કંટ્રોલ રૂમનો...

યુક્રેનમાંથી પરત આવવા માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓની વિગત આપવા માટે કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો 

146
0
સુરેન્દ્રનગર : 24 ફેબ્રુઆરી

યુક્રેનમાંથી પરત આવવા માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓની વિગત આપવા માટે કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો

– યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસ વડા સતત એર્લટ રહી વિદ્યાથીઓના પરીવાર સાથે સંપર્કમાં રહી કાર્યવાહી કરી રહ્યા છે

યુક્રેનમાંથી પરત આવવા માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓની વિગત આપવા માટે કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસ વડા સતત એર્લટ રહી વિદ્યાથીઓના પરીવાર સાથે સંપર્કમાં રહી કાર્યવાહી કરી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા યુક્રેનમાં અભ્યાસ અર્થે અન્ય કામગીરી સબબ ગયેલા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ પરત આવવા માંગતા હોઈ અથવા તેઓ અન્ય પરિસ્થિતિમાં ફસાયેલા હોઈ તો તેવા વ્યક્તિઓની વિગત જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર: (02752) 283400, 285300,284300 ઉપર સંપર્ક સાધી પોતાના નામ સરનામા અને મોબાઇલ નંબર સાથેની વિગતો આપવા જણાવવામાં આવ્યું છે.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા પોલીસની ટીમ બનાવીને જનહીત માટે યુક્રેનના ફસાયેલા સુરેન્દ્રનગર જીલ્લાના લોકો માટે જીલ્લા કલેકટર કે.સી સંપત દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તેમજ 02752, 283400, 285300 અને 284300 સાથે પોલીસ કન્ટ્રોલ નંબર 100 પર સંપર્ક કરી જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પોલીસ વડા સતત એર્લટ રહી વિદ્યાથીઓના પરીવાર સાથે સંપર્કમાં રહી કાર્યવાહી કરી રહ્યા છે.

 

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here