Home અંબાજી યાત્રાધામ અંબાજી ખાતે ગૌ સેવા પદયાત્રા નું આગમન…..

યાત્રાધામ અંબાજી ખાતે ગૌ સેવા પદયાત્રા નું આગમન…..

97
0
અંબાજી: 5 ફેબ્રુઆરી

શક્તિપીઠ અંબાજીમાં ૩૧ વર્ષ સુધી ચાલનારી ગૌ પદયાત્રા નું આગમન

ગૌસેવા સાથે પર્યાવરણ આધ્યાત્મ પ્રચાર પદયાત્રા નો મુખ્ય હેતુ છે

જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે તા.૪/૦૨/૨૦૨૨ શુક્રવારના ગૌસેવા સાથે પર્યાવરણ આધ્યાત્મ પ્રચાર માટે ૩૧ વર્ષ સુધી ચાલનારી ગો પદયાત્રા નું અંબાજી ગામ માં આગમન થયું હતું અંબાજી ગ્રામ જનો આ પદયાત્રા નાં સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યાત્રાનું સ્વાગત ફુલ હાર ઢોલ નગારા ભગવા ધ્વજ સાથે કરવામાં આવ્યું હતું.

અને ત્યારબાદ જૂની કોલેજ ગ્રાઉન્ડ ખાતે કથા પ્રવચન માટે મોટી સંખ્યામાં પ્રવચન સાંભળવા માટે લોકો જોડાયા હતા આ યાત્રા ૩૧ વર્ષ સુધી ભારત દેશના પ્રત્યેક ગામનું બ્રહ્માંડ કરશે અને પર્યાવરણ બચાઓ અને નિરોગી કાયા રહે જ્ઞાન સાથે કથામાં પ્રવચન કરવામાં આવે છે ગૌ માતાના દૂધ ઘી છાશ દહી માથી થતા રોગોનું નિદાન તેના ઉપયોગો બતાવવામાં આવે છે અને ગૌરક્ષણ માટે લોકજાગૃતિ કરવામાં આવે છે આ યાત્રા દરમિયાન પદયાત્રીઓ દ્વારા કોઇપણ જાતનો દક્ષિણા ઉપહા કે ભેટ લેવામાં આવતા નથી અને કોરોના કાળ ચાલતો હોઇ સરકારી નિયમો નું પાલન કરી આયોજન કરવામાં આવ્યું હતું..

અહેવાલ : અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here