Home ભાવનગર બિપરજોય વાવાઝોડાની તૈયારીને લઇ ભાવનગરમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક ….

બિપરજોય વાવાઝોડાની તૈયારીને લઇ ભાવનગરમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક ….

94
0

બિપરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લામાં લેવાયેલ સાવચેતીના પગલા અંગેનો ચિતાર આપતા જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે ઉદભવી શકે તેવી વિષમ પરિસ્થિતિની શકયતાઓ ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લામાં સાવચેતી માટેના જરુરી અને યોગ્ય પગલાં લેવા તથા તે માટે જરુરી પૂર્વ આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાના નજીકના તાલુકાઓમાં આવેલ હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે.

આ ઉપરાંત સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરી લેવામાં આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારો અને સંભવિત વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જરુરિયાતનાં કિસ્સામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવી તે વ્યવસ્થા અંગે જણાવ્યું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોની અવાર જવર માટે પ્રતિબંધ ફરમાવી દેતું જાહેરનામું બહાર પડી દેવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. અનાજ, પાણી, દવાઓ, ઇંધણ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઉપલબ્ધ રહેશે. તાકીદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ વગેરે આવશ્યક સેવાઓ ઓછામાં ઓછી ખોરવાઈ તેમજ ઝડપથી મેઇનટેનન્સ તથા પુન: સ્થાપન માટે ટીમો તૈયાર રાખવામાં આવશે.  પશુઓની સલામતી માટે નજીકની ગૌશાળા/પાંજરાપોળ વગેરે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા.  હોસ્પિટલમાં જરુરી દવાઓ, મેડીકલ/પેરા મેડીકલ સ્ટાફની ઉપલબ્ધિ અંગેનું આયોજન કરવું. સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

બેઠકમાં સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સેજલબેન પંડયા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, મેયર કીર્તિબાળા દાણીધારીયા,  આર. સી. મકવાણા,  અભયભાઈ ચૌહાણ, મ્યુનિસીપલ કમિશનર  એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ,  જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન ઝરૂ, સહિત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here