મુંબઈ : 26 એપ્રિલ
મહાનગરીમુંબઈ ખાતે આવેલા મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરીયાત મંદ લોકોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉદ્યોગપતિ નાનજી ભાઈ ઠક્કર દ્વારા જરૂરિયાત મંદ લોકો ને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું એન
કે.ટી.ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈપણ જગ્યાએ જરૂરિયાત મંદ વ્યક્તિ હોય તો તેને રાસન નું વિતરણ કરવામાં આવે છે સમગ્ર ભારતમાં આ કાર્ય ચાલી રહ્યું છે જે એક નોંધનીય બાબત ગણી શકાય તેમ છે કોરોના કાળ દરમ્યાન પણ એન કે ટી ચેરિટેબલ ટ્રસ્ટે જુદા જુદા સ્થળોએ રસોડા શરૂ કર્યા હતા નાનજીભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે કોઈપણ જગ્યાએ રાસન ની જરૂરિયાત હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા આ કાર્યમાં હંમેશા આગળ રહીને સેવાકીય કાર્યો કરવામાં આવે છે