Home ક્ચ્છ ભચાઉ મામલતદાર ઝાલા ની બદલી થતાં વિદાયમાન આપવામાં આવ્યું

ભચાઉ મામલતદાર ઝાલા ની બદલી થતાં વિદાયમાન આપવામાં આવ્યું

172
0
કચ્છ : 26 માર્ચ

તાજેતરમાં રાજય ના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર કક્ષાના અધિકારીઓ ની બદલી કરવામાં આવી હતી તે અન્વયે ભચાઉ તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલા ની બદલી ભચાઉ થી કચ્છ કલેકટર ના ચીટનીસ તરીકે ભુજ ખાતે થયેલ તે અન્વયે આજે ભચાઉ મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે ભવ્ય વિદાયમાન નો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં નગરપાલિકા ના શાસક પક્ષ નેતા કુલદિપસિંહ જાડેજા.. ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાધજી ભાઈ આહિર બળુભા જાડેજા ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. ભરતસિંહ જાડેજા ઉપ પ્રમુખ ભચાઉ નગરપાલિકા નાયબ મામલતદાર એચ. એસ. હુંબલ. એચ. બી. વાઘેલા વી. એચ. ખત્રી ચેતન ભીંડે ભચાઉ પ્રાંત કચેરી ના શિરસ્તેદાર.. હર્ષદ ભાઈ ઠક્કર રામદેવસિંહ જાડેજા ભરતભાઈ ઠક્કર વીરજીભાઈ દાફડા ભરતભાઈ કાવત્રા મહાવીરસિંહ રાઠોડ વિગેરે આગેવાનો અને મામલતદાર અને પ્રાંત કચેરી ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભચાઉ મામલતદાર ભગીરથસિંહ ઝાલા ભચાઉ મામલતદાર તરીકે ચૌદ માસ દરમિયાન રેશનકાર્ડ ની કામગીરી.. જમીન ને લગતા પ્રશ્નો તેમજ વિધવા પેન્શન ના હુકમો તેમજ પડતર પ્રશ્નો નો નિકાલ કરવા મા મહત્ત્વની કામગીરી હાથ ધરી હતી તો કચ્છ જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. ના માર્ગદર્શન હેઠળ ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રે રોજગારી ની તકો ઉભી કરી હતી અને ધોરાવીરા ને વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી મા સમાવેશ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા આજે ભચાઉ મામલતદાર કચેરી ખાતે થી તેમના વિદાયમાન સમયે કચેરી ના તમામ સ્ટાફ અને ઉપસ્થિત આગેવાનો દ્વારા ફુલ નો વરસાદ કરી ભવ્ય વિદાયમાન આપ્યું હતું મામલતદાર શ્રી ઝાલા એ આજે ભચાઉ થી બદલી ને ભુજ ખાતે જિલ્લા કલેકટર ના ચીટનીસ તરીકે જઈ રહ્યા છે ત્યારે તેમણે લોકોને કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે આવવા માટે તત્પરતા દર્શાવી લોકોપયોગી કામગીરી માટે હામ ભીડી હતી આજે યોજાયેલા વિદાયમાન ના કાર્યક્રમ મા આગેવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ: મુકેશભાઈ રાજગોર.ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here