પાટણ: 8 એપ્રિલ
પાટણ શહેરના ફાટી પાળ દરવાજા બહાર આવેલ શ્રી ભોગીલાલ મુલચંદ સાર્વજનિક વિદ્યાલય માં વર્ષો પહેલા અભ્યાસ કરીને સમાજમાં એક આગવું નામ ધરાવતા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભવન ભાઈ પટેલે આજે માતૃ સંસ્થાનું ઋણ અદા કરવા માટે ૨૫ લાખ રૂપિયા નું દાન શાળાના આચાર્ય ને અર્પણ કર્યું હતું.
ત્રિભુવનભાઈ પટેલે 1955 થી 1959 સુધી શાળા માં અભ્યાસ કર્યો હતો તે સમયે શાળાએ તેમને આપેલી 1 હજાર ની સ્કોલરશીપ આપી હતી તેનું ઋણ અદા કરવા આજે તેમણે
પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલય પાટણ માં 20 લાખ શાળાને અને 5 લાખ ભૂતપૂર્વ વિધાર્થી એસોસિએશન ને મળી કુલ 25 લાખ પચ્ચીસલાખ રૂપિયા શાળાના આચાર્ય બળદેવભાઈ દેસાઈને અર્પણ કર્યો હતો.
શાળાના આચાર્ય અને ટ્રસ્ટીઓએ ત્રિભુવનભાઈ આવકારી તેઓનો અભિવાદન કર્યું હતું