Home પાટણ પાટણ માં યોજાયેલ વાનગી સ્પર્ધા માં ગોપાલ ભુવન મધ્યાન ભોજનની સંચાલિકા પ્રથમ...

પાટણ માં યોજાયેલ વાનગી સ્પર્ધા માં ગોપાલ ભુવન મધ્યાન ભોજનની સંચાલિકા પ્રથમ નંબરે….

154
0
પાટણ : 26 માર્ચ

પી.એમ. પોષણ યોજના અંતર્ગત આજે પાટણની એમ.એન.પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પાટણ રસોઈ સ્પર્ધામાં પાટણ શહેરના ૧૩ મધ્યાહન ભોજન સંચાલકોએ ભાગ લઇ અલગ અલગ વાનગીઓ બનાવી હતી . આ સ્પર્ધામાં ગોપાલભુવન શાળાના મધ્યાહન ભોજન સંચાલિકા દેવીકાબેને પ્રથમ નંબર મેળવ્યો હતો .

પાટણ શહેરની એમ.એન. પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં પાટણ તાલુકાના ૧૩ જેટલા મઘ્યાહન ભોજન સંચાલકોએ ભાગ લીધો હતો જેમાં જુદી – જુદી વાનગીઓ બનાવવામાં આવી હતી . ત્યારે શહેરના જૂનાગંજ વિસ્તારમાં આવેલ ગોપાલભુવન શાળામાં છેલ્લા ૨૦ વર્ષથી મધ્યાહન ભોજન સંચાલક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં પંડયા દેવિકાબેન નરોત્તમદાસે વેજીટેબલ ઇડલી અને ટામેટા – ગોળની ચટણી બનાવી હતી . નિર્ણાયકો દ્વારા દરેક સ્પર્ધકોની વાનગીઓનો રસાસ્વાદ માણ્યા બાદ સ્પર્ધકોને વિજેતા જાહેર કર્યા હતા . આ સ્પર્ધામાં ગોપાલભુવન શાળાના મધ્યાહન ભોજન સંચાલીકા દેવિકાબેનનો પ્રથમ નંબર આવતા પાટણ મામલતદાર ચામીબેન પટેલ દ્વારા તેઓને રૂા .૫૦૦૦ નું રોકડ પુરસ્કાર આપી તેઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા .

શહેરની એમ.એન. પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ રસોઇ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પાટણ મામલતદાર ચાર્મીબેન પટેલ , બોરસણ પ્રાથમિક શાળાના આચાર્ય , એમ.એન. પ્રા.શાળાના આચાર્ય , બી.આર.સી.ના હિમાનીબેન પટેલે વિવિધ વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું . સ્પર્ધામાં વિજેતા થયેલ પંડયા દેવિકાબેન આગામી ૨૯ તારીખે જિલ્લાકક્ષાની યોજાનાર કુકીંગ સ્પર્ધામાં ભાગ લેવા જશે . આ ઉપરાંત દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર સ્પર્ધકોને પણ મહાનુભાવોના હસ્તે રોકડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા .

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here