Home પાટણ પાટણ ભાજપના આગેવાનો કાર્યકરો એ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ની વર્ચ્યુઅલ બેઠકમાં...

પાટણ ભાજપના આગેવાનો કાર્યકરો એ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો……

141
0
પાટણ : 9 માર્ચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવનાર હોઈ તેને અનુલક્ષીને આજે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની વર્ચ્યુઅલ બેઠકમાં પાટણ જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો પણ જોડાયા હતા કાર્યક્રમ ને અનુરૂપ સલાહ સુચનાઓની આપ-લે કરી હતી.

આગામી તારીખ 11 માચૅ ના રોજ ગુજરાત નાં પ્રવાસે આવી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં કાયૅક્રમો થી ગુજરાતનાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ને અંવગત કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા વર્ચ્યુઅલ બેઠક દ્વારા માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા આયોજિત આ વર્ચ્યુઅલ બેઠકમા પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,જિલ્લા પ્રભારી ગોવિંદભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી રમેશભાઈ સિંધવ અને પાટણ જિલ્લાના 14 મંડળના પ્રમુખ અને મંત્રીઓ હાજર રહી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષો ના સલાહસૂચનો સાંભળ્યા હતા

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here