Home પાટણ પાટણ નગરપાલિકાનું વર્ષ 2022 -23 નું બજેટ વિપક્ષના વાંધા વચ્ચે મંજૂર…

પાટણ નગરપાલિકાનું વર્ષ 2022 -23 નું બજેટ વિપક્ષના વાંધા વચ્ચે મંજૂર…

183
0
પાટણ : 23 માર્ચ

પાટણ નગરપાલિકા નું વર્ષ 2022- 23 નું રૂપિયા 175.24 લાખની પુરાંતવાળું અંદાજપત્ર વિપક્ષના ચાર સભ્યોના વાંધા વચ્ચે બહુમતિથી મંજુર કરવામાં આવ્યું હતું.ગત વર્ષે રૂ ૧૩ કરોડના દેવામાં આ વર્ષે બે કરોડનો વધારો થતાં પાલિકા માથે વર્તમાનમા રૂપિયા ૧૫ કરોડ જેટલું દેવું થવા પામ્યું છે.

પાટણ નગરપાલિકા નું વર્ષ 2022 -23 નું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ 2022-23 દરમિયાન બજેટમાં મહેસૂલી આવક રૂપિયા 2840.05 લાખ , વિવિધ સરકારી ગ્રાન્ટો પેટે રૂપિયા 5744. 89 લાખની આવક અને વેરા પેટે 346 ની આવક થવાની સંભાવના દર્શાવાઇ છે.જેની સામે મહેકમ ખર્ચ 1196.14 લાખ , ઇતર ખર્ચ 710.75 લાખ , નિભાવણી ખર્ચ લોન સહિત 2214.46 લાખ , અન્ય ખર્ચા 190.00 લાખ , મૂડી વિષયક કામોનો ખર્ચ 7551.75 લાખ દર્શાવાયો છે . નગરપાલિકા માથે ગત વર્ષે ૧૩ કરોડનું દેવું હતું જેમાં એક જ વર્ષમાં રૂ બે કરોડનું દેવું વધતાં આ વર્ષે પાલિકાના માથે રૂપિયા ૧૫ કરોડનું દેવું થવા પામ્યું છે ચીફ ઓફિસરના અભિપ્રાય મુજબ પાલિકાની જુદી જુદી શાખાઓ મારફત આવેલ બજેટ મુજબ સને 2022- 23 ની સંભવિત આવક રૂપિયા 8930.94 લાખની સામે સંભવિત ખર્ચ રૂપિયા 15044.78 લાખ દર્શાવાયો છે તારીખ 1 / 4 / 2021 ની ઉઘડતી સિલક રૂ .6114.20 લાખ ને ધ્યાને લેતા વર્ષના અંતે રૂપિયા 1524.75 લાખની ખાદ્ય વાળુ બજેટ મંજૂર થઈ શકે તેમ ન હોઈ નગરપાલિકાના ખર્ચમાં કાપ મુકી આવકના સ્ત્રોતમાં વધારો કરી 175.24 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું છે.

 

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here