Home પાટણ પાટણમાં RTO અને ટ્રેજરી કચેરીના કર્મચારીઓ એ પડતર માંગણીઓને લઈ કાળી...

પાટણમાં RTO અને ટ્રેજરી કચેરીના કર્મચારીઓ એ પડતર માંગણીઓને લઈ કાળી પટ્ટી ધારણ કરી…..

164
0
પાટણ: 1 એપ્રિલ

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડલ, ગાંધીનગર, ટીમ ઓપીએસ ગુજરાત તથા NOPRUF(Gujarat) ના અદેશ અને સુચના અનુસાર આજ રોજ 1લી એપ્રિલને “બ્લેક ડે” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે

જે અંતર્ગત જિલ્લા તિજોરી કચેરી પાટણ, લોકલ ફંડ કચેરી પાટણ તથા આરટીઓ કચેરી પાટણ ખાતે તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ નવવર્ધિત પેન્શન યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ નવવર્ધિત પેન્શન યોજનાની જગ્યાએ જુની પેન્શન યોજના દાખલ કરવા રજુઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડલ પાટણ જિલ્લા ના પ્રમુખ તથા ગુજરાત રાજ્ય હિસાબી કર્મચારી મંડલના જિલ્લા તિજોરી કચેરી ના કંન્વીનર શૈલેષભાઇ પટેલ તથા લોકલ ફંડ કચેરીના કંન્વીનર ભરતભાઇ દેસાઇ તથા એનપીએસ ધારક જિલ્લા તિજોરી કચેરી પાટણ, લોકલ ફંડ કચેરી પાટણ તથા આરટીઓ કચેરી પાટણના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here