પાટણ : 23 માર્ચ
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો એ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા
ઇન્કલાબ જીંદબાજના નારા થકી સમગ્ર દેશમાં યુવાનોમાં આગવું જોષ ભરી અંગ્રેજોની ગુલામી માંથી માં ભોમને આઝાદ કરાવવા માટે માત્ર 23 વર્ષની ઉંમરે હસતા મુખે ફાંસીના મોચડે ચડનાર શહીદ ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુનો આજે બલિદાન દિવસ છે.
આજે સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ ભગતસિંહ,સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જેના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા તાલુકા યુવા મોરચા અને શહેર યુવા મોરચા દ્વારા પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ ત્રણેય ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અને ઇન્કલાબ જીન્દાબાદ ભારત માતા કી જય અને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા.આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ ભાજપ કે.સી.પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઇ પટેલ, મધુબેન સેનમા,ગૌરવભાઈ મોદી, શૈલેષભાઇ પટેલ,માનસીબેન ત્રિવેદી બાબુભાઈ પ્રજાપતિ, તાલુકા ભાજપ યુવા પ્રમુખ વિરલ પટેલ,શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ ગૌરવ પ્રજાપતિ,જાગૃતિબેન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં પાટણ જિલ્લા,તાલુકા અને શહેર ભાજપ યુવા મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.