પાટણ : 21 માર્ચ
શ્રીં સામવેદી શ્રી માળી બ્રાહ્મણ જ્ઞાતિ ની વાડી માં બિરાજમાન પૌરાણિક શ્રી ત્રિપુરેશ્વર મહાદેવ ખાતે આજ રોજ લઘુરૂદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિ ના ઉપ પ્રમુખ શ્રી ગૌરાંગ કુમાર સૂર્યકાન્ત ભાઈ ત્રિવેદી એ યજમાન પદ પર રહી ધાર્મિક વિધિ નો લાભ લીધો હતો તો વિદ્વાન બ્રહ્મણો ના મંત્રોચાર સાથે લઘુ રૂદ્ર ની ધાર્મિક વિધિ યોજવામાં આવી હતી સાથે જ્ઞાતિજનોએ પણ ખુબજ ઉત્સાહ સાથે લઘુ રૂદ્ર માં હાજર ધાર્મિક વિધિ નિહાળી દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ્ઞાતિ ના કારોબારી સભ્યો અને મહિલા મંડળ ના સભ્યોએ ભોજન પ્રસાદી લીધી હતી આ સમગ્ર પ્રસંગ નું આયોજન જ્ઞાતિ ના પ્રમુખ શક્તિ ભાઈ જે. ત્રિવેદી, મંત્રી ચંદ્રવદન ભાઈ એમ. ત્રિવેદી, વાડી મંત્રી દુષ્યંત ભાઈ બી ત્રિવેદી, તથા અશોક ભાઈ એસ ત્રિવેદી સહીત કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું