Home પાટણ પાટણમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો…..

પાટણમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો…..

95
0
પાટણ : 4 ફેબ્રુઆરી

પાટણ ખાતે યુનિવર્સિટીના રંગ ભવન અને ગાંધી સ્મૃતિ હોલ ખાતે ત્રણ તાલુકાઓનો કલા મહાકુંભ યોજાયો હતો જેમાં અલગ અલગ નવ કૃતિઓમાં 300 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના કૌશલ્ય દર્શાવ્યા હતા . વિજેતા થનાર વિદ્યાર્થીઓ આગામી 8 મી ફેબ્રુઆરીએ યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ મહોત્સવમાં ભાગ લેશે .

પાટણમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.....
પાટણમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો…..

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશનર કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પાટણ દ્વારા સંચાલિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શુક્રવારે પાટણ ખાતે યુનિવર્સિટીના રંગ ભવન અને ગાંધી સ્મૃતિ હોલ ખાતે પાટણ ચાણસ્મા અને સરસ્વતી તાલુકા નો કલા મહાકુંભ યોજાયો હતો આ કલા મહાકુંભ ને જિલ્લા પ્રાંત અધિકારી સચીનકુમારે વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો આ કલા મહાકુંભ માં ગરબા , રાસ , ચિત્ર ભરતનાટ્યમ , એક પાત્રીય અભિનય , લોક નૃત્ય સહિતની નવ કૃતિઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાના કામણ પાથર્યા હતા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ કોરોના ગાઈડ લાઈન સાથે આ કલા મહાકુંભ યોજવામાં આવ્યો હતો.

તાલુકા કક્ષાના કલા મહાકુંભ માં વિજેતા થનાર વિદ્યાર્થીઓ આગામી 8 મી ફેબ્રુઆરી ના રોજ પાટણ ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના કલા મહાકુંભમા ભાગ લેશે.

અહેવાલ : ભાવેશ, પાટણ
Previous articleવેરાવળમાં ત્રણ વર્ષ પૂર્વે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ
Next articleહારીજના જાસ્કા ગામે રાત્રી કેમ્પમાં રસીકરણ કરાયુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here